જાણીતા કોમેડી કલાકાર ખજૂરભાઈના છે ગુજરાતના સોનું સુદ, કરે છે આવું કામ અને જીવે છે સાદાઈનું જીવન

હાલ ગુજરાતના લોકોના દિલોમાં રાજ કરી રહેલા અને લાખો લોકોની ખૂબ જ મદદ કરી ચૂકેલા એવા બારડોલીના ખજૂરભાઈનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એમને ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડા વખતે અસંખ્ય લોકોને મદદ કરી હતી તેમજ ઘણા બધા લોકો માટે ઘર પણ બનાવ્યા હતા અને બસ એ જ કારણે લોકો એમને ગુજરાતના સોનું સુદના નામે ઓળખવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈએ કોરોનાના કપરા સમય દરમિયાન લોકોને આર્થિક રીતે ઘણી બધી મદદ કરી હતી. આ ઉપરાંત ખજૂર ભાઈએ પોતાની કલાના જોરે લોકોને હસાવ્યા પણ છે તો ચાલો આજે તમને જણાવી દઈએ ખજૂરભાઈના ઘર વિષેની માહિતી અને ચાલો જાણી લઈએ કે આખરે કેવું જીવન જીવે છે આપ સૌના મનગમતા ખજૂર ભાઈ.

ખજૂરભાઈનું જન્મ વર્ષ 1985 માં ગુજરાતના બારડોલીના સુખી પરિવારમાં થયો હતો.ખજૂરભાઈ પોતાના પરિવાર સાથે બાબેનના હાઇફાઈ ફેસીલીટી વાળા લેક સિટી બંગલામાં રહે છે આ સિવાય તેમનું એક ઘર પૂનામાં પણ આવેલું છે.

તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈને વર્ષ 2012 માં બિગબોસ માં કામ કરવાનો મોકો પણ મળ્યો હતો ખજૂરભાઈ બિગબોસ ઉપરાંત ઝલક દિખલા જા કેબીસી અને ઈન્ડિયા ગોટ ટેલેન્ટ માં પણ કામ કરી ચૂક્યા છે.

ખજૂરભાઈની પોતાની એક યુટ્યુબ ચેનલ છે જેના પર તે કોમેડી વિડીયો મૂકે છે અને એના માટે ખૂબ જ લોકપ્રિય છે. ખજૂર ભાઈનું અસલ નામ નીતિન જાની છે. નીતિને બારડોલીમાંથી પોતાનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે ત્યાર બાદ એમને પુણે શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને એલએલબી, એમસીએ અને એમબીએની ડિગ્રી પણ મેળવી છે.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓએ IT ક્ષેત્રની કંપનીમાં નોકરી લીધી હતી અને એમની આ જોબમાં ખજૂર ભાઈ 70 હજાર રૂપિયાનો ઊંચો પગાર મેળવતા હતા પણ આ જોબ કરીને તેમને આંતરિક સંતોષ નહોતો મળી રહ્યો અને એટલે જ એમને આ અંગે પોતાના માતા પિતા સાથે ચર્ચાઓ કરી અને એમને પોતાના માતા પિતાને જણાવ્યું કે એમને આઇટી ક્ષેત્રમાં રસ નથી અને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગે છે. પોતાના માતા પિતાને આ અંગે જણાવ્યા પછી તેમને પોતાની 70 હજારના ઊંચા પગાર વાળી નોકરી છોડી દેવાનું નક્કી કર્યું અને એમને વર્ષ 2012માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.