રોડ પર સેફ ડ્રાઇવિંગ કરવું છે તો તમારા માટે આ મોબાઈલ એપ છે ખૂબ જ જરૂરી

હવે જ્યારે તમે ડ્રાઇવિંગ કરતી વખતે એક્સિડન્ટ એરિયામાં જશો તો તમારા ફોનને તેના વિશે એલર્ટ કરવામાં આવશે. તમારા ફોન પર એક્સિડન્ટલ વિસ્તાર વિશે ઓડિયો-વિઝ્યુઅલ એલર્ટ આપવામાં આવશે. આ માટે તમારે MapmyIndiaની Move એપ ડાઉનલોડ કરવી પડશે.

image socure

આ એપ ગયા અઠવાડિયે જ લોન્ચ કરવામાં આવી છે. તેનું લોન્ચ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યું હતું. આ એપને MapmyIndia દ્વારા IIT, મદ્રાસ સાથે મળીને ડેવલપ કરવામાં આવી છે. આ એપ યૂઝર્સને તેમના રસ્તા પરના બ્લેક સ્પોટ વિશે એલર્ટ કરશે જેથી ડ્રાઈવર સાવચેતી રાખી શકે.

image socure

યુઝરે અને ઓથોરિટી એક્સિડન્ટ અનસેફ વિસ્તારો, માર્ગ અને ટ્રાફિક સમસ્યાઓની જાણ એપ દ્વારા રિપોર્ટ કરી શકે છે. IIT, મદ્રાસ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને બાદમાં સરકાર તેનો ઉપયોગ રોડ કન્ડિશનને ઇમપ્રુવ માટે કરશે.

image soucre

તમે આ એપ્લિકેશનને ડિજિટલ એક્સિડન્ટ એલર્ટ બોર્ડ તરીકે વિચારી શકો છો. તેને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને એપલ યુઝર્સ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. તમારે એપ સ્ટોરમાં સર્ચ બારમાં MapmyIndia Move ટાઈપ કરીને એન્ટર કરવાનું રહેશે. આ પછી રિઝલ્ટ આવે, ત્યારે તમે તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરો

image socure

એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી, તેને ખોલો. જો તમે એપમાં અકસ્માતની જાણ કરવા માંગો છો, તો તમારે નીચેની બાજુએ રિપોર્ટ એન ઈસ્યુ પર જવું પડશે. અહીં તમને ઘણી કેટેગરી મળી જશે

image socure

આમાં તમે ટ્રાફિકથી લઈને રોડની સ્થિતિનો રિપોર્ટ કરી શકો છો. તમે કોઈ પ્લેસની સ્વચ્છતાની જાણ પણ કરી શકો છો. આ એપની મદદથી તમે કોઈ જગ્યાએ જવા માટે નેવિગેટ કરો છો અને જો રસ્તામાં કોઈ સમસ્યા હોય તો ડ્રાઈવિંગ કરતી વખતે તમને એલર્ટ કરવામાં આવશે