અમિતાભ બચ્ચનના ડિનરમાં Naagin Sauce, જાણો કેટલી છે કિંમત, શુ છે ખાસિયત?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી દરેક વસ્તુ ટ્રેન્ડ બની જાય છે. બિગ બી જે પણ પહેરે છે, જે ખાય છે તે તરત જ સોશિયલ મીડિયાની હાઇલાઇટ બની જાય છે. મંગળવારે, અમિતાભ બચ્ચને તેમના શાનદાર ડિનર મેનુની એક તસવીર શેર કરી. ત્યારથી, અભિનેતાના ડિનર ટેબલ પર રાખવામાં આવેલા નાગીન સોસની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે

image soucre

અમિતાભ બચ્ચને શેર કરેલી પોસ્ટમાં સોસનું નામ એકદમ વિચિત્ર છે. ફોટોની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, “કામ પરથી રજા મળ્યા પછી, પ્રીમિયર લીગ ફૂટબોલ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈસ, ગાર્લિક બ્રેડ અને નાગિન સોસ. આહા. તડપી ગયો હતો એના માટે.” અમિતાભ બચ્ચને આ પોસ્ટ શેર કરતાની સાથે જ યુઝર્સ વચ્ચે બીજું કંઈ નહીં પણ નાગિન સોસની ચર્ચા થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

પોતાની આ પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ ઘણા સમયથી આ નાગીન સોસ ખાવા માટે તડપતા હતા. બિગ બીની પોસ્ટે નાગીન સોસની કિંમતથી લઈને તેના ટેસ્ટ સુધી ચાહકોમાં એક્સાઇટમેન્ટ વધારી દીધી છે. જો તમે પણ જાણવા માગો છો કે આ નાગીન સોસ શું છે, તેની કિંમત શું છે, તેની ખાસિયત શું છે? તો આ અહેવાલમાં અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશું.

શુ છે નાગીન સોસની કિંમત?

image soucre

અમિતાભ બચ્ચનના ડિનર મેનૂનો એક ભાગ બનેલી આ આ નાગીન સોસ તમને બજારમાં સરળતાથી મળી જશે. આ સોસ તમને ઓનલાઈન પણ મળશે. તમે તેને એમેઝોન પરથી ખરીદી શકો છો. ત્યાં 230 ગ્રામ નાગીન સોસની કિંમત 222.75 રૂપિયા જણાવવામાં આવી છે. આ નાગીન સોસનો કાંથા બોમ્બ ફ્લેવર છે. હવે જાણો આ સોસમાં શું ખાસ છે, જેના કારણે અમિતાભ બચ્ચન તેને ખાવા માટે બેતાબ હતા.

શુ છે નાગીન સોસની ખાસિયત?

આ સોસ સંપૂર્ણપણે વેજિટેરિયન પ્રોડક્ટ છે, તે વેગન છે. તેમાં કોઈ આર્ટિફિશિયલ કલર્સ નથી. આ સોસ ભારતીય સ્વાદ પ્રમાણે છે. સોસનો આવો સ્વાદ તમે પહેલાં નહીં ચાખ્યો હોય. આ સોસ હલાલ અને કોશર ફ્રેન્ડલી છે. તે રિયલ વેજીટેબલ અને ઇન્ડિયન ચીલીમાંથી બનાવવામાં આવે છે. આ સોસ તમારા બોરિંગ ખોરાકનો સ્વાદ વધારશે.

image soucre

ખોરાક તૈયાર કરવા અને મેરીનેટ કરવા માટે આ પરફેક્ટ ઓપ્શન છે. આ સોસ બહુ સ્પાઈસી નથી. તે મીડીયમ સ્પાઈસી છે જેથી જે લોકો ઓછું સ્પાઈસી ખાય છે તેઓ પણ આ સોસનો આનંદ માણી શકે છે. આ ચટણીમાં ભારતના સૌથી સ્વાદિષ્ટ મરચા એટલે કે કેરળના કંથારી મુલાકુ મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને નાગીન સોસમાં સ્મોકી ભૂત, ધ ઓરિજિનલ્સ જેવા અન્ય ફ્લેવર્સ પણ મળશે.