ઇટાલીયન કંપની ડુકાતીએ ભારતીય બજારમાં ઉતારી તેની આ બે જબરદસ્ત સ્પોર્ટ બાઈક

આમ તો ભારતભરમાં અનેક પ્રકારના બાઈક અને મોટરસાયકલ બજારમાં ઉપલબ્ધ છે. તેમ છતાં અનેક બાઈક રાઈડર હોય એવા હોય છે જેને સામાન્ય બાઈક ચલાવવું પસંદ નથી. પરંતુ રોમાંચક અનુભવ આપતી સ્પોર્ટ્સ બાઈક ચલાવવાનો શોખ હોય છે. ત્યારે હવે આવા bike rider નું સપનું નજીકના ભવિષ્યમાં જ પૂરું થઈ શકે તેવું લાગી રહ્યું છે.

Ducati SuperSport 950 : ડુકાટી એ પોતાના આ સુપરબાઈકસ ને બે વેરિએન્ટમાં રજૂ કર્યા છે. આ બે વેરીએન્ટ સુપર સ્પોર્ટ 950 અને સુપર સપોર્ટ 950 s છે

image socure

ઇટાલી ની સુપર બાઈક મેન્યુફેક્ચરર કંપની ડુકાટી એ ભારતમાં એક નવી પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઈક રજૂ કરી છે. કંપની દ્વારા ગત ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાની નવીનકોર સ્પોર્ટ્સ બાઈક સુપર સ્પોર્ટ 950 (SuperSport 950) ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ SuperSport 950 સ્પોર્ટ્સ બાઇકની એક્સ શોરૂમની કિંમત 13.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ડુકાતી સુપર સ્પોર્ટ 950 ને 13.49 લાખ રૂપિયાની કિંમતે જ એક્સ શોરૂમમાં શરૂઆતી કિંમતે વેંચવા માટે ઉપલબ્ધ છે.

image socure

કંપનીએ પોતાની આ સુપર બાઈકના બે મોડલ રજૂ કર્યા છે. આ બે મોડલોમાં અનુક્રમે સુપર સ્પોર્ટ 950 અને સુપર સ્પોર્ટ 950 S નો સમાવેશ થાય છે. અને આ બન્ને મોડલોની કિંમત અનુક્રમે 13.49 લાખ રૂપિયા અને 15.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

image soucre

ડુકાતી ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેકટર બીપુલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, પેનીગેલ શૃંખલાના રેસિંગ DNA ને વધુ સુલભ પેકેજમાં રજૂ કરવા માટે નવી સુપર સ્પોર્ટ 950 બજારમાં ઉતારવામાં આવી છે. સુપર સ્પોર્ટ 950 સાથે અમે એક એવી સ્પોર્ટ્સ બાઈક રજૂ કરવા માંગીએ છીએ જે પેનીગેલ જેવી તો નથી પરંતુ ભારતમાં બાઈક ચલાવનારાઓ માટે રોજબરોજની સ્પોર્ટ્સ મશીન બની શકે છે. બીપુલ ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે, સુપર સ્પોર્ટ 950 માં 937 cc નું બે સિલિન્ડર ધરાવતું એન્જીન આપવામાં આવ્યું છે અને ભારતના છ માનકોને અનુરૂપ છે.

image soucre

ડુકાતી ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેકટર બીપુલ ચંદ્રાએ જણાવ્યું કે, તેમનો હેતુ ભારતમાં એક સમાન રેસિંગ વિકલ્પને રજૂ કરવાનો છે. તેના સીબલીંગ એક વધારે ટ્રેન્ડ રાઈડર માટે અને એ રાઈડર માટે પણ અપીલિંગ છે જે પોતાની સ્પોર્ટ બાઈક જર્ની શરૂ કરવા માંગે છે. આ નવી સુપર સ્પોર્ટ 950 બજારમાં એકમાત્ર સ્પોર્ટ રોડ બાઈક છે જેને રેસ ટ્રેક અને રોડ પર રોમાંચક પરંતુ સુલભ સ્પોર્ટી રાઈડિંગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ ભારતમાં ઘણા બધા રાઈડર્સને પસંદ આવશે.