કોરોનાગ્રસ્ત દર્દીને લઈને મોટા સમાટાર, સુપ્રીમ કોર્ટે સરકારને ઘરની બહાર સ્ટીકર ન લગાવવાનું કહ્યું

કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવતું હતું કે, આ વિસ્તાર કોરોના ગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીમાં કહ્યું છે કે, હવે કોઈ પણ રાજ્યમાં આ પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર કોઈ સ્ટીકર લગાવવામાં આવશે નહીં.

image source

કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ ન હતી, અત્યારે પણ નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ સરકાર અને સુપ્રીમ કોર્ટમાંથી શું નિયમ આવે છે.

image source

હાલમાં ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા ગત બે દિવસથી ઘટાડો થયો છે અને 1400થી પણ ઓછા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે.

image source

આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1325 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,21,493એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4110એ પહોંચ્યો છે. જ્યારે 1531 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.70 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,875 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

જો જીલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન 278, સુરત કોર્પોરેશન 184, વડોદરા કોર્પોરેશન 130, રાજકોટ કોર્પોરેશન 88, મહેસાણા 47, ખેડા 46, રાજકોટ 41, વડોદરા 41, બનાસકાંઠા 40, જામનગર કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત 30, સુરેન્દ્રનગર 26, ભરૂચ 24, કચ્છ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, પંચમહાલ 20, પાટણ 20, મોરબી 18, અમદાવાદ 16, અમરેલી 16, સાબરકાંઠા 16, ભાવનગર કોર્પોરેશન 15, દાહોદ 13, જામનગર 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 10, નર્મદા 10, આણાંદ 9, છોટા ઉદેપુર 9, જુનાગઢ 9, અરવલ્લી 8, મહીસાગર 8, દેવભૂમિ દ્વારકા 7, ભાવનગર 5, પોરબાંદર 5, વલસાડ 3, બોટાદ 2, નવસારી 2, તાપી 1 કેસ સામે આવ્યા છે.

image source

એ જ રીતે વાત કરીએ તો આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 15 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4110એ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત