90ના દાયકામાં પત્રકારની ભૂમિકાથી ફેમસ થઈ હતી મંદિરા, આજે છે બોલિવૂડની સુપર હીટ અને ફીટ અભિનેત્રી

મંદિરા બેદીના જીવન ગ્રાફ પર નજર કરીએ તો તેના અભિનય જીવનના અનેક પાસા જોવા મળશે. ક્યારેક બોલ્ડ, બેફીકર, ક્રિકેટની હોસ્ટ વગેરે વગેરે. પરંતુ આ મંદિરા બેદીની સફર દૂરદર્શનની થરુ થઈ હતી. તેણે શાંતિ સીરિયલમાં સંવેદનશીલ રોલ પ્લે કર્યો હતો.

image source

મંદિરા બેદીનો જન્મ 15 એપ્રિલ 1972માં કોલકાતામાં થયો હતો. તેણે 1994માં ટીવી સીરિયલ શાંતિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે એક પત્રકારની ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

મંદિરા બેદી એવી અભિનેત્રીઓમાંથી એક છે જે 90ના દાયકામાં ટીવી જગતમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પણ સક્રિય હતી. મંદિરાએ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં તે શાહરૂખ ખાનના એકતરફી પ્રેમમાં પડેલી યુવતીનું પાત્ર ભજવી જોવા મળે છે.

90નો દાયકો પૂર્ણ થતા સુધીમાં લોકો મંદિરા બેદીને ઓળખતા થયા હતા પરંતુ તેની સફળતાનો ગ્રાફ ઊંચો જવામાં વાર હતી. તે શરૂઆત થઈ વર્ષ 2000થી જ્યારે તેણે સીઆઈડી, ક્યુંકી સાસ ભી કભી બહુ થી, જસ્સી જૈસી કોઈ નહીં, સારાભાઇ વર્સીસ સારાભાઇ અને ગુરુકુલ સહિતની ઘણી સિરીયલોમાં જોવા મળી.

image source

આ બધાની વચ્ચે અચાનક મંદિરા બેદી ચમકી આઈસીસી વર્લ્ડ કપ અને આઈપીએલ જેવી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં હોસ્ટ તરીકે. આ સમયે તેણે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો તે ધ તાશ્કંદ ફાઇલ અને સાહો મૂવીમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે વેબ સીરીઝ વોડકા ડાયરીઝમાં પણ કામ કરી ચુકી છે.

મંદિરાની અન્ય એક ઓળખ ફિટનેસ ફ્રીક તરીકેની પણ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તે આ વાતનો પુરાવો પણ આપે છે. તેના ફીટ અને સ્લીમ બોડીના ફોટો અને વીડિયો અનેકવાર વાયરલ થઈ ચુક્યા છે. તેની ફિટનેસ જ છે કે 48 વર્ષે પણ યુવાન જ લાગે છે. તે ઈંડસ્ટ્રીની સૌથી ફીટ અભિનેત્રીમાંથી એક છે.

મંદિરના અંગત જીવનની વાત કરીએ તો મંદિરા બેદીએ ડિરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર પણ છે. મંદિરા પોતાના પરીવારના પણ ફોટો અનેકવાર શેર કરી ચુકી છે.