એક એવું શહેર કે જે માત્ર એક જ ઈમારતનું બનેલું છે, આખું શહેર આ બિલ્ડીંગમાં લે છે આશ્રય

અલાસ્કા, પ્રિન્સ વિલિયમ સાઉન્ડની પશ્ચિમ બાજુએ એક સ્લીપી પ્રકારનું શહેર છે, જે મનોહર પર્વતોની વચ્ચે છે. પરંતુ જો તમે ઘરોની એક નાના શહેરને ઈમેજિન કરી રહયા છો તો બે મિનિટ ખમી જાવ અને રોકાઈ જાવ. જે તમે તમારા મગજમાં વિચારી રહ્યા છો તેવું બિલકુલ પણ નથી અને અમે વાત કરી રહ્યા છીએ એક એવા સિટીની જે ફક્ત એક જ ઈમારતની અંદર આવી જાય છે, ઘણા લોકોને આ એક મજાક જેવું લાગતું હશે, પરંતુ આ ખરેખર એક અજાયબ સત્ય છે અને આ કોઈ નાના કે ગરીબ દેશમાં નહીં પરંતુ વિશ્વની સુપર પાવર કહેવાતા અમેરિકામાં આ શહેર આવેલું છે, જે તેના પ્રકારનું કદાટ સમગ્ર વિશ્વમાં એકમાત્ર શહેર છે. એટલે હવે તમારા વિચારોને ફરી થી એકવાર નિયંત્રિત કરો અને ફરીથી તેને વિચારી જુઓ.

image soucre

કોઈ ખુલ્લા કે કોઈ મોટા લેન્ડસ્કેપના બદલે અહીં , શહેરની ધાર પર, એક ખૂબ જ મોટી એવી 14 માળની ઇમારત ઊભી છે જેનું નામ બેગિચ ટાવર્સ છે આ એક ભૂતપૂર્વ આર્મી બેરેક, જે કોઈ જૂની હાટ જેવું પ્રતીત થઈ રહ્યું છે.

આ અમેરિકાના અલાસ્કા રાજ્યનું એક શહેર છે, જેની કુલ વસ્તી માંડ 200 લોકોની છે. વ્હિટિયર નામના આ શહેરના તમામ લોકો 14 માળની ઇમારતમાં રહે છે. એક ન્યૂઝ એજન્સીએ પોતાના એક રિપોર્ટમાં આ બાબતની માહિતી આપી છે. આ બિલ્ડિંગનું નામ બેગિચ ટાવર છે જેમાં 14 માળ છે. બિલ્ડિંગના માલિકથી લઈને પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓ પણ દરેક સાથે આ બિલ્ડિંગમાં રહે છે. આમ અંદરો અંદર એકબીજાને જાણતા કે અજાણ્યા હોય તેવા તમામ લોકો એક જ છતની નીચે એકસાથે રહે છે, છે ને કમાલ ?

image soucre

શહેરની આ નાની અમથી વસ્તી માટે તેમની જરુરિયાત મુજબની દરેક સુવિધા હાજર છે મતલબ કે અહીં દરેક સુવિધા ઉપલબ્ધ છે. પોલીસ સ્ટેશનથી માંડીને કરિયાણાની દુકાન, ચર્ચ અને શાળા બધું અહીં હાજર છે. એક સામૂહિક ધોરણે જીવવા માટે જે પણ સંસ્થાનોની જરુર પડે તે તમામ સુવિધાઓ અહીં હાજર છે. પશ્ચિમ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પરની ટનલનો ઉપયોગ શાળામાં જવા માટે થાય છે. તેની આશ્ચર્યજનક રચનાને કારણે, બાળકો બરફીલા શિયાળામાં પણ નિરાંતે શાળાએ જઈ શકે છે. એક જ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓની ઉપલબ્ધતા પાછળનું કારણ એ છે કે આ બિલ્ડિંગનો ઉપયોગ લશ્કરી બેરેક તરીકે થતો હતો. જો કે હવે આ બિલ્ડીંગ એક સિવિલિયન એપાર્ટમેન્ટ કહી શકાય કારણ કે હવે તેમાં કોઈ લશ્કર નહીં પણ નાગરિકો રહે છે.

image soucre

દૂરસ્થ નગર માટે તમારો રસ્તો શોધવો સરળ નથી. તમે દરિયાઈ માર્ગે વ્હિટિયર સુધી પહોંચી શકો છો અથવા પર્વતો દ્વારા લાંબી, એક-લેન ટનલ લઈ શકો છો, જે કોઈ પણ સમયે માત્ર એક જ રસ્તે ચાલે છે.”તે હજુ પણ એકદમ દુર્ગમ નગર છે,” અહીં વસવાટ કરતા એક વ્યક્તિનું કહેવું છે કે. રાત્રે, તેઓ ટનલને સંપૂર્ણપણે બંધ કરે છે. કારણ કે પછી જે હવામાન છે: 60 માઇલ પ્રતિ કલાક શિયાળુ પવન ઘાતકી છે. તેથી જ બેગિચ ટાવર્સની અંદરના રહેવાસીઓ પાસે એક છત નીચે જરૂરી બધું છે.

આ નગરને બીજા વિશ્વ યુદ્ધ અને 1956 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. અલાસ્કાના હવામાન પર વિશ્વાસ કરી શકાતો નથી. જો આપણે રેકોર્ડ પર નજર કરીએ તો, 60 માઇલ પ્રતિ કલાકનો પવન બારીઓ અને દરવાજામાંથી ફૂંકાયો છે, બરફવર્ષા 250 થી 400 ઇંચ નોંધાઇ છે. આત્યંતિક હવામાનને કારણે સ્થાનિક લોકો તેમના ઘરોમાં મર્યાદિત છે. આથી જ આખું શહેર એક જ બિલ્ડિંગમાં દરેક સુવિધા સાથે સાથે રહે છે. ઇમારતની અંદર રહેતા મોટાભાગના લોકો નાની વસ્તીને કારણે એકબીજાને ઓળખે છે. આ લોકો કામ પર અથવા ઘરે પાછા ફરતી વખતે એકબીજાને જુએ છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષકોની મદદ લેવી ખૂબ જ સરળ છે. લોકો પણ સરળતાથી પોલીસની મદદ લઇ શકે છે. ખાસ વાત એ છે કે લોકો એકબીજાના મિત્ર ન હોઈ શકે પરંતુ એક જ ઘરમાં રહેવાને કારણે તેઓ હંમેશા એકબીજાને મદદ કરવા તૈયાર રહે છે.

image source

બેગિચ ટાવર્સમાં રહેતી શિક્ષિકા એરિકા થોમ્પસન કહે છે કે વ્હિટિયરમાં જીવન ખૂબ સામાન્ય છે. “મારા માટે તે માત્ર ઘર છે,” તે કહે છે. “મોટેભાગે, તમે બધાને જાણો છો. તે એક છત નીચેનો સમુદાય છે. આપણી પાસે જરૂરી બધું છે.” થોમ્પસન શાળામાં સીધા ટાવરની પાછળ ભણાવે છે, જે ભૂગર્ભ ટનલ દ્વારા જોડાયેલ છે.