શું તમે નવરાત્રી દરમિયાન કળશ સ્થાપનાનું વિચારી રહ્યા છો ? તો જાણો તેમાં પૂજા માટે શું સામગ્રી જોઈએ

બધાનો ખુબ જ પ્રિય તહેવાર બસ થોડા સમયમાં જ શરુ થશે. નવરાત્રીના દિવસોમાં લોકો ખુબ ધૂમ-ધામ સાથે ગરબા કરે છે અને માતાજીને પ્રસન્ન કરે છે. મા શક્તિના ભક્તો માટે શારદીય નવરાત્રીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે આ 9 દિવસોમાં સાચા હૃદયથી માતાની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ 9 દિવસો દરમિયાન, ભક્તો ઉપવાસ રાખે છે અને માતાના દર્શન કરવા માટે અલગ-અલગ મંદિરોમાં જાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. નવરાત્રિમાં, મા નવ દુર્ગાની પૂજા પ્રતિપદા પર કળશની સ્થાપના સાથે શરૂ થાય છે. નવરાત્રી પૂજામાં વિવિધ પ્રકારની પૂજા સામગ્રીનું વિશેષ મહત્વ છે. જો પૂજા સામગ્રી પૂર્ણ ન હોય તો પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તે વધુ સારું છે કે તમે નવરાત્રિ પહેલા સંપૂર્ણ ચીજોની યાદી તૈયાર કરો જેથી તમારી પૂજા પૂર્ણ થાય અને માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે. ચાલો શારદીય નવરાત્રી પર પૂજા સામગ્રીની યાદી વિષે અમે તમને વિગતવાર જણાવીએ. જેથી તમારું એક મોટું કામ સરળ બને.

image soucre

શારદીય નવરાત્રી માટે પૂજા સામગ્રીની સંપૂર્ણ સૂચિ

  • – લાલ રંગની ચૂંદડી
  • – લાલ રેશમી બંગડીઓ
  • – સિંદૂર
  • – કેરીના પાન
  • – લાલ વસ્ત્રો
  • – લાંબી જ્યોત માટે કપાસની વાટ
  • – ધૂપ
  • – અગરબત્તી
  • – બાક્સ અથવા માચીસ
  • – ચોકી માટે લાલ કાપડ
  • – ચોકી
  • – નાળિયેર
  • – દુર્ગા સપ્તશતી પુસ્તક
  • – કળશ
  • – સાફ ચોખા
  • – કુમકુમ
  • – લાલ સુતરાઉ દોરો
image source

– માતા માટેના શણગારની ચીજો

  • – દીવો
  • – ઘી / તેલ
  • – ફૂલ
  • – માળા
  • – પાન
  • – સોપારી
  • – લાલ ધ્વજ
  • – લવિંગ
  • – એલચી
  • – સાકર
  • – કપૂર
  • – સુકેલા છાણા
  • – ફળ/મીઠાઈ
  • – ચાલીસા અને આરતીનું પુસ્તક
  • – દેવીની પ્રતિમા અથવા ફોટો
  • – ડ્રાયફ્રુટ
image source

હવન માટે

  • – લાકડા
  • – જવ
  • – ધૂપ
  • -પાંચ ડ્રાયફ્રુટ
  • – ઘી
  • – લોબાન
  • – ગુગળ
  • – લવિંગ
  • – પબડી
  • – સોપારી
  • – કપૂર
  • – હવન કુંડ