OMG: એક જ છોકરીને નર્સે ભૂલથી કોરોના વેક્સિનના આપી દીધા 6 ડોઝ, અને પછી થયા એવા હાલ કે..

નર્સ દ્વારા ભૂલથી એક જ છોકરીને આપી દેવામાં આવ્યા કોરોના વેક્સિનના ૬ ડોઝ, ૨૪ કલાક પછી શું થયું તેના વિષે જાણીશું?

ભારત દેશ સહિત આખા વિશ્વના ઘણા બધા દેશો દ્વારા કોરોના વાયરસ સંક્રમણને લડત આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. ભારત દેશમાં હાલમાં ૧૮ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકો માટે કોરોના વાયરસ વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આની પહેલા ૪૫ વર્ષ કે તેના કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

image source

ભારત દેશમાં નાગરિકોને વેક્સિન મુકાવવા માટે સ્લોટ બુક કરાવવા માટે કેટલીક સમસ્યાઓ આવી રહી છે. ભારતમાં નાગરિકને એક ડોઝ લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આવા સમયમાં ઈટાલી દેશમાં ડોક્ટર્સ દ્વારા દાખવવામાં આવેલ બેદરકારીના લીધે એક જ છોકરીને કોરોના વાયરસ વેક્સિનના ૬ ડોઝ આપી દેવામાં આવ્યા છે.

image source

ઈટાલી દેશમાં આ બનાવ તા. ૯ મે, ૨૦૨૧ના રોજ બન્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈટાલી દેશમાં ૨૩ વર્ષની એક વિદ્યાર્થીને Nao હોસ્પિટલમાં ફક્ત એક જ દિવસના સમયગાળામાં ૬ વાર કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી છે. વેક્સિનેશન દરમિયાન થઈ ગયેલ આ ભયંકર બેદરકારીની ચર્ચા વિશ્વભરમાં કરવામાં આવી રહી છે.

image source

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, આ છોકરીને ૬ ડોઝ આપી દેવામાં આવ્યા પછી હોસ્પિટલમાં હોબાળો થઈ ગયો હતો. હોસ્પિટલનો તમામ સ્ટાફ ચિંતામાં આવી ગયો હતો કે, કોરોના વાયરસ વેક્સિનના આટલા બધા ડોઝ આપી દેવામાં આવ્યા પછી આ છોકરીના શરીરને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? આ છોકરીને કોરોના વાયરસ વેક્સિનના ૬ ડોઝ આપી દેવામાં આવ્યા હોવાના લીધે આ છોકરીને ૨૪ કલાક સુધી મેડીકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.

ઈટાલી દેશની Nao હોસ્પિટલના ડાયરેક્ટર Dr. Antonella Vicent દ્વારા આ બનાવ વિષે જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે, આ છોકરીને કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. આ છોકરીને ૨૪ કલાક માટે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. કોરોના વાયરસ વેક્સિન Pfizer ના આટલા બધા ડોઝ આપી દેવામાં આવ્યા બાદ Nao હોસ્પિટલમાં સૌ ભયભીત થઈ ગયા હતા કે, હવે આ બેદરકારીનું શું પરિણામ આવશે?

પણ જે છોકરીને કોરોના વાયરસ વેક્સિન Pfizerના ૬ ડોઝ આપવામાં આવ્યા હતા તેને નહી તો તાવ આવ્યો કે પછી નહી જ કોઈપણ પ્રકારનો દુઃખાવો થયો હોય. જયારે છોકરીને ખબર પડે છે કે, તેને કોરોના વાયરસ વેક્સિન Pfizerના ૬ ડોઝ આપી દેવામાં આવ્યા હતા આ વાત જાણીને આ છોકરી પણ ડરી ગઈ હતી અને તેને ૨૪ કલાક સુધી અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવી હતી.

image source

આ છોકરીને ૨૪ કલાક અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ જયારે તેનામાં કોઈ આડઅસર જોવા ના મળતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. તેમ છતાં ડોક્ટર્સનું એવું કહેવું છે કે, હવે આ છોકરીને સતત મેડીકલ ઓબ્ઝર્વેશન માટે બોલાવવામાં આવશે અને તેનું ચેકઅપ કરવામાં આવશે કે, Pfizer વેક્સિનના ૬ ડોઝ લીધા બાદ તેના શરીરને કેવી રીતે પ્રભાવિત કરે છે કે કેમ?

નોંધનીય બાબત છે કે, આની પહેલા એક અભ્યાસમાં એવું સામે આવ્યું હતું કે, કોરોના વાયરસ વેક્સિન Pfizerના ૪ ડોઝ સુધી જ કોઈ વ્યક્તિનું શરીર સહન કરી શકે છે. જયારે આ છોકરીને ૬ ડોઝ આપી દેવામાં આવ્યા બાદ તમામ ચિંતામાં આવી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!