માત્ર એક મીણબત્તીના ઉપયોગથી જાણો તમારું માસ્ક કોરોના સામે લડવા કેટલુ અસરકારક છે?

માત્ર એક મીણબત્તીના ઉપયોગથી જાણો તમારો માસ્ક કેટલો અસરકારક છે ? મીણબત્તીના આ પ્રયોગથી જાણો તમારો માસ્ક તમને કોરોના વાયરસથી બચાવી શકે છે કે નહીં ?

image source

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માર્કેટમાં કેટલાએ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. તેમાં સર્જિકલ માસ્ક, હેંડમેડ માસ્ક, કેએન-95 માસ્ક ઉપરાંત બાંધની માસ્કનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિને જે રંગ પસંદ છે અને જેવું કપડું જેઈએ છે તેવો માસ્ક બનાવડાવીને પણ લોકો પહેરે છે. કોઈ પણ કપડાનું માસ્ક બનાવડાવીને પહેરવામાં કંઈ જ ખોટું નથી, જો તમે આ વાતને લઈને સંપૂર્ણ રીતે શ્યોર હોવ કે આ કપડાના જીણા છીદ્રોથી તમારા શ્વાસમાં કોરોના વાયરસ નહીં જાય તો તો કપડાના માસ્ક પણ યોગ્ય છે.

કપડું અને કોરોના વાયરસના કદને સમજો

image source

જ્યારે કોઈ કપડાને બનાવવામા આવે છે તો તેને બે તરફથી વણવામાં આવે છે. એટલે કે બન્ને બાજુથી દોરા ચાલે છે. તેને જ તાનાબાના કહેવાય છે. તાના-બાનાથી એટલે કે તાણા વણવાથી તૈયાર કરવામા આવેલા ગૂથણથી જ્યારે કપડાં બને છે તો કપડા વચ્ચે ખુબ જ સુક્ષ્મ છિદ્ર રહે છે. આ છીદ્ર તે જ ગેપ હોય છે જે તાતણાઓને ગૂંથતી વખતે બે ગૂંથ વચ્ચે રહી જાય છે. આ છિદ્રોની પહોળાઈ સામાન્ય રીતે 1 મિલીમીટરથી લઈને 0.1 મિલિમીટરની હોય છે.

image source

– હવે કોરોના વાયરસ યુક્ત હવાની વાત કરીએ તો તે હવામાં તરતા ડ્રોપલેટ્સની સાઇઝ આ છિદ્રો કરતા હજાર ગણી નાની હોય છે. એટલે કે આ કપડાંના સિંગલ લેયર વચ્ચેથી કોરોનાના ડ્રોપલેટ્સ ખુબ જ સરળતાથી તમારા નાકમાં પ્રવેશી શકે છે અને તમને સંક્રમિત કરી શકે છે. આમ તે સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી બહાર જઈ શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીર સુધી પણ પહોંચી શકે છે. કોરોના વાયરસના પાર્ટિકલ્સની સાઇઝ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા 0.08 માઇક્રોમીટર્સ જણાવવામાં આવી છે.

image source

– શ્વાસ ઉપરાંત જ્યારે ઉધરસ તેમજ છીંકની સાથે ડ્રોપલેટ્સ સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળે છે તો તેની ગતિ શ્વાસ દ્વારા બહાર આવનારા ડ્રોપલેટ્સની ગતિથી ક્યાંય વધારે હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્થ એક્સપર્ટ તરફથી જાહેર કરવામા આવેલા એક અહેવાલ પ્રમાણે કેહવામાં આવ્યું છે કે જો વાતાવરણમાં ભેજ હોય તો કોરોનાના ડ્રોપલેટ્સ વગર પણ તે હવામાં 13 ફૂટ દૂર પહોંચી શકે છે.

image source

– આ સ્થિતિમાં 13 ફૂટ સુધીના અંતરમાં આવેલ લોકોના સંક્રમિત થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે સાથે જો આ દરમિયાન હવા પણ ચાલી રહી હોય તો જ્યાં સુધી કોરોનાના ડ્રોપલેટ્સ હવા દ્વારા અવશોષિત કરવામાં આવશે, ત્યાં સુધીમાં તે 13 ફીટ કરતાં પણ વધારે દૂર પહોંચી ગયા હશે. આ સ્થિતિમાં આ સંક્રમણના ફેલાવાનું જોખમ ઓર વધી જાય છે.

આ સંજોગોમાં બચવા માટે શું કરવું જોઈએ ?

image source

– કોરોનાથી સંક્રમણથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ દ્વારા વારંવાર એ વાતની ખાસ સલાહ આપવામા આવી રહી છે કે જો તમે ઘર પર બનાવેલા કોઈ પણ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો આ માસ્કને સુતરાઉ કપડામાં જ બનાવો. સાથે સાથે આ માસ્ક બનાવતી વખતે તેમાં 4-5 લેયર રાખો, માસ્ક એવું હોવું જોઈએ જે તમારા નાક તેમ મોઢા બન્નેને સંપૂર્ણ રીતે કવર કરતું હોય.

મીણબત્તી ટેસ્ટ આ રીતે કરો

image source

– મીણબત્તી ટેસ્ટ દ્વારા ઘરે બેઠા જ ખુબજ સરળતાથી તમે એ વાત જાણી શકો છો કે તમે જે માસ્ક પહેરો છો તે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેટલું અસરકારક છે.

image source

– તેના માટે તમારે એક મીણબત્તી સળગાવી રાખવાની છે. હવે તમારા ચહેરા પર માસ્ક પહેરીને આ મીણબત્તીને ફૂંક મારીને તેને ઓલવવાનો પ્રયાસ કરો. જો તમારા મોઢામાંથી નકળતી હવા આ માસ્કને ક્રોસ કરી મીણબત્તીને ઓલવી નાખતી હોય તો તમારે સમજી જવું કે તમારું માસ્ક કોરોના વાયરસના ડ્રોપલેટ્સને રોકવામાં સક્ષમ નથી.

– જો તમારા માસ્કમાંથી હવા નથી નીકળતી અને મીણબત્તી પહેલાની જેમ જ સળગતી રહે તો સમજવું કે તમારું માસ્ક સુરક્ષિત છે અને તે તમને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે.

image source

– જો માસ્કને ક્રોસ કરીને હવા એટલા વેગથી આગળ જઈ શકે છે કે મીણબત્તીની જ્યોતને હળવો ઝાટકો લાગે છે તો તેવા સંજોગોમાં પણ તમારું માસ્ક સુરક્ષિત નથી તેવું સમજવું અને તમારે તમારું માસ્ક બદલી લેવું જોઈએ. કારણ કે આ માસ્ક કોરોનાથી તમને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં સક્ષમ નથી.

આ પાછળનો તર્ક શું છે ?

image source

– તમારા મનમાં એ પ્રશ્ન ઉઠતો હશે કે મીણબત્તીને ઓલવી શકવા કે ન ઓલવી શકવાથી માસ્કની ઉપયોગિતા કેવી રીતે સાબિત થઈ શકે છે ? તો તેનો જવાબ એ છે કે જો તમારા શ્વાસની હવા માસ્કને ભેદીને બહાર જઈ શકે છે તો શ્વાસ લેતી વખતે અથવા તો વાતચીત કરતી વખતે બહારની હવા પણ તમારા માસ્કની અંદર આવી શકે છે. તેવામાં જો તે હવામાં કોરોના વાયરસ યુક્ત ડ્રોપલેટ્સ હાજર હોય તો માસ્ક પહેરવા છતાં પણ તે તમારા માસ્કની અંદર પ્રવેશી શકે છે. તેવામાં જો તે હવામાં કોરોના વાયરસ યુક્ત ડ્રોપલેટ્સ હાજર હોય તો માસ્ક પહેરવા છતાં પણ તમને કોરના સંક્રમણનું જોખમ રહે છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત