ફેસબુક, વોટ્સએપ અને ઈંસ્ટા બંધ થતા લોકોએ ટ્વિટર પર લીધી મજા, મીમ્સનું આવ્યું ટ્વિટર પર પુર

સોમવારે મોડી સાંજે ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે વિશ્વભરમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થયા હતા. જો કે સારી વાત એ હતી કે ટ્વિટર સારી રીતે કામ કરતું રહ્યું. આ કારણે લોકોએ સૌથી વધુ મજા પણ ટ્વીટર પર લીધી હતી. જ્યારે સૌથી લોકપ્રિય ત્રણેય એપ્લિકેશન્સને ડાઉન થઈ ગઈ હતી ત્યારબાદ ટ્વિટર પર મીમ્સનું ઘોડાપુર આવ્યું હતું. લોકો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શું થયું તે જાણવા ટ્વિટર પર એક્ટિવ થયા હતા. આ સાથે જ ટ્વિટર યુઝર્સે મીમ્સ શેર કરીને તેમના અનુભવો અને લાગણી શેર કરી હતી.

image soucre

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ અંદાજે 6 કલાક સુધી બંધ રહ્યા હોય તેવું પહેલીવાર થયું છે. આ સમસ્યાના કારણે અબજો યુઝર્સ કલાકો સુધી પરેશાન રહ્યા હતા. જો કે આ ઘટનાની મજા ટ્વીટર પર મીમ્સ દ્વારા લોકોએ લીધી હતી.

image soucre

જેના અબજો યુઝર્સ છે તેવી ત્રણ સોશિયલ મીડિયા સાઈટ પર આઉટેજ થતા અમેરિકાના શેર માર્કેટ પર પણ અસર થઈ હતી. માર્ક ઝુકરબર્ગને પણ હજારો કરોડનું નુકસાન ગણતરીની કલાકોમાં થયું હતું. જો કે રાત્રે બંધ થયેલી સેવાઓ બાદ વહેલી સવારે સોશિયલ મીડિયા સાઈટ બરાબર ચાલવા લાગી હતી. આ અંગે માર્કે લોકોની માફી પણ માંગી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર વોટ્સએપ, ફેસબુક અને ઈંસ્ટાના સર્વ ડાઉન થઈ જવાથી આ સમસ્યા સર્જાઈ હતી. જે અંગે ત્રણેય પ્લેટફોર્મ દ્વારા યુઝર્સની માફી માંગવામાં આવી હતી.

એક તરફ વોટ્સએપ, ફેસબુક અને ઈંસ્ટાગ્રામમાં યુઝર્સના હાલ બેહાલ હતા તો આ સિવાયની ટ્વિટર, ટેલિગ્રામ, લિંક્ડઇન જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ દોટ મુકી હતી. ખાસ કરીને ટ્વિટર પર ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બંધ હોવાને કારણે લોકોએ ખૂબ જ મજા લીધી હતી. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ વિશે મીમ્સનું રીતસરનું પુર આવ્યું હતું. જેમાંથી કેટલીક મીમ્સ ખૂબ વાયરલ થઈ છે.

લોકોએ માર્ક ઝુકરબર્ગ ત્રણેય પ્લેટફોર્મને ફરીથી કાર્યરત કરવા કેટલી મહેનત કરી રહ્યો છે તે મીમ્સ વડે દર્શાવ્યું હતું. આ સાથે જ યુઝર્સ એવા મીમ્સ પણ શેર કરી રહ્યા હતા જેમાં આ ત્રણ પ્લેટફોર્મ બંધ હોવાથી લોકો મોટી સંખ્યામાં ટ્વિટર તરફ દોટ મુકતા જોવા મળે છે.

એટલું જ નહીં ફેસબુક, વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ તરફથી પણ તેમના સત્તાવાર ટ્વીટર હેંડલ પરથી જ ટ્વીટ કરી લોકોને પડતી મુશ્કેલી અંગે માફી માંગવામાં આવી અને લોકોને આશ્વાસન અપાયું કે ટુંક સમયમાં બધું જ બરાબર થઈ જશે.