સરકાર લગાવવા જઈ રહી છે દેશવ્યાપી Lockdown? દિવાળી સુધી બંધ રહેશે ટ્રેન સેવાઓ? જાણીશું પૂરી વાત.

શું આપને કોઈ એવા મેસેજ જોયા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હોય છે કે, દેશમાં લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે અને દિવાળી સુધી તમામ ટ્રેન સેવાઓ બંધ રહેશે. જો હા, તો આપને જણાવી દઈએ કે, આ દાવો પૂરી રીતે નકલી અને ખોટો છે.

image soucre

એકવાર ફરીથી દેશવ્યાપી લોકડાઉન લાગુ થવાનું છે અને દિવાળી સુધી તમામ ટ્રેન સેવાઓ બંધ રહેશે. શું આપને પણ કોઈ આવો મેસેજ જોવા મળ્યો છે. જો હા, તો આપના માટે આ ખબરની પુષ્ટિ કરવી ખુબ જ જરૂરી છે. ખરેખરમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા દેશમાં એકવાર ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. PIB ફેકટએ એની જાણકારી આપી છે.

શું છે આ દાવાની હકીકત?

PIB ફેક્ટ ચેકએ પોતાના ટ્વીટર હેંડલ પર આ ખબર જણાવી છે કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં વધારો થવાના કારણે આવતીકાલ સવારથી આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. એના સિવાય દિવાળી સુધી આખા દેશમાં તમામ ટ્રેન સેવાઓ પણ બંધ રહેશે. તેમણે જણાવ્યું છે કે, આ બંને દાવા પૂરી રીતે નકલી અને ખોટા છે અને કેન્દ્ર સરકારએ એવું કોઈ પણ એલાન કર્યું છે નહી.

PIBએ શેર કર્યા સ્ક્રીન શોટ

PIB ફેક્ટ ચેકએ પોતાના ટ્વીટમાં આ મેસેજનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એમાં જોવા મળી રહ્યું છે કે, ભારત સરકારએ દેશવ્યાપી લોકડાઉન અને ટ્રેન સેવાઓને બંધ કરવાને લઈને કોઇપણ ઘોષના કરી છે નહી. એની નીચે કોઈ ચેનલનો સ્ક્રીનશોટ પણ જોવા મળી રહ્યો છે, જેમાં લખ્યું છે કે, કોરોના વાયરસની ત્રીજી લહેર ખતરનાક, આવતીકાલ સવારથી લોકડાઉન. દિવસમાં સાત ;;લાખ કોરોના વાયરસ સંક્રમિત.’ નીચે બ્રેકીંગ ન્યુઝમાં લખ્યું છે કે, દેશમાં તમામ ટ્રેન સેવાઓ દિવાળી સુધી બંધ. અને એની પર ફેકના લાલ રંગથી માર્ક કરવામાં આવ્યો છે.

image soucre

જો આપની પાસે પણ કોઈ આવો વોટ્સએપ મેસેજ આવ્યો છે તો એનાથી સાવધાન થઈ જજો. આ પૂરી રીતે નકલી છે. આની પર બિલકુલ પણ વિશ્વાસ કરવો નહી અને એને કોઈ અન્ય વ્યક્તિને આગળ ફોરવર્ડ પણ કરવો નહી.આજકાલ આવા નકલી મેસેજનું ચલણ ખુબ જ વધી ગયું છે અને એનાથી સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે.

PIB કરે છે સરકારી યોજનાઓ પર ખોટી જાણકારીનું ખંડન.

image soucre

આપને જણાવી દઈએ કે, PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ કે પછી સ્કીમ પર ખોટી જાણકારીનું ખંડન કરે છે. જો આપને કોઈ સરકાર સંબંધિત સમાચાર નકલી હોવાનો શક છે તો આપ PIB ફેક્ટ ચેકને એના વિષે જાણકારી આપી શકો છો. એના માટે આપે ૯૧૮૭૯૯૭ ૧૧૨૫૯ આ મોબાઈલ નંબર કે પછી [email protected] ઈમેલ આઈડી પર મોકલી શકો છો.