ફરાળી પાત્રા – ઉપવાસમાં રોજ કાંઈક નવીન ખાવાનું મન થાય તો હવે આ પાત્રા જરૂર બનાવજો…

ફરાળી પાત્રા

કેમ છો દોસ્તો! મજામાં ને ,શ્રાવણ મહિનો આવી રહ્યો છે.શ્રાવણ મહિનો એટલે ફેસ્ટિવલ નો મહિનો.જેની આપને આતુરતા થી રાહ જોતા હોય એ છે શ્રાવણ મહિનો એટલે ભગવાન શંકર ની આરાધના અને પૂજા કરવા નો મહિનો…આં બધું કરીએ એટલે આપણે શ્રાવણ મહિના માં ઉપવાસ પણ કરતા હોઈએ.

તો ઉપવાસ માં આપને મોરિયો,શીરો અને રાજગરા ની પૂરી કરતા હોય એ છે.પણ આખો મહિનો કરવા નો હોય એટલે રોજ કંઇક અલગ હોય તો સરસ મજા પડી જાય..અને એમાં પણ આપણને ઉપવાસ માં નવું નવું ખાવાની ઈચ્છા થાય છે …

તો પત્તરવેલ ના પાન ના પાત્રા તો નાના મોટા સૌ ને ભાવે..તો ચાલો આજે ફરાળી પત્તરવેલ ના પાન ના પાત્રા ઘરે જ બનાવીએ.તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

  • ૧ બાઉલ રાજગરા નો લોટ
  • ૧ બાઉલ શિંગોડા નો લોટ
  • ૧ બાઉલ મોરિયા નો લોટ
  • ૩ લીલા મરચા
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ચમચી ખાંડ
  • ૧ લીંબુ નો રસ
  • ૧૦ પત્તરવેલ ના પાન
  • ૪ ચમચી તલ
  • ૫ ચમચી તેલ
  • ૫ ચમચી શેકેલા સીંગદાણા નો પાવડર
  • ૫ ચમચી ધાણા
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ

રીત

સૌ પ્રથમ પત્તરવેલ ના પાન ને ધોઈ ને તેની નશો કાઢી લો.હવે એક બાઉલ માં મોરિયા નો લોટ, રજગરા નો લોટ, શિંગોડા નો લોટ એડ કરો

હવે તેમાં લીલા મરચાં અને આદુ ની પેસ્ટ એડ કરો.

ત્યારબાદ તેમાં સિંગદાણા નો પાવડર ,મીઠું,ખાંડ,ધાણાજીરૂ, ધાણા, હળદર,એડ કરો.

હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી તેની પત્તરવેલ ના પાન પર લગાવાય એવી પેસ્ટ બનાવી લો.

હવે પત્તરવેલ ના પાન પર પેસ્ટ લગાવી તેની પર બીજું પાન મૂકી ફરીથી પેસ્ટ લગાવો.હવે તેને વાળી લો.

એ જ રીતે બધા પાન ને પેસ્ટ લગાવી ને વળી લો.

હવે તેને ઢોકળા ના કુકર માં પાણી મૂકી .તેની ઉપર કાના વાળી ડિશ તેલ થી ગ્રીસ કરી મૂકી દો.

હવે તેમાં પત્તરવેલ ના પાન બાફવા મટે મૂકી દો.

તેને મીડિયમ ગેસ પર ૩૦ મિનિટ માટે થવા દો.

હવે તેને ઠંડા કરી કાપી લો.

ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરો.

અને પત્તરવેલ ના પાન એડ કરી તેના પર તલ નાખી તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

પત્તરવેલ ના પાન ને ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરીશું.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.