પોરબંદર પંથકમાં ગૌમૂત્ર અને છાણના ખાતરનો ઉપયોગ કરી ખેડૂતે 1800 આંબામાંથી ઉતાર્યો 18 પ્રકારની કેરીનો પાક

દર વર્ષે ઉનાળો શરુ થાય એટલે લોકો એક જ વાત વિચારીને રાજી રહેતા હોય છે અને તે છે કે સીઝનમાં કેરી ખાવા મળશે.

image source

જો કે આ વર્ષે કોરોનાના સમયમાં લોકોને કેરી મોડી ખાવા મળી છે અને સાથે જ ખેડૂતોની પણ ચિંતા પાક ન વેંચાવાના કારણે વધી છે. તેવામાં સૌરાષ્ટ્રના એક ખેડૂતનો અનુભવ અન્ય માટે પણ પ્રેરણાદાયી બન્યો છે. આ ખેડૂતે કોરોનાના કપરા કાળમાં પણ કેરીનું વેચાણ કર્યું અને દર વર્ષ કરતાં બમણો લાભ મેળવ્યો.

વાત કરી રહ્યા છીએ પોરબંદર જિલ્લાના બરડા પંથકની. અહીં થતી કેરી તેના અમૃત જેવા મીઠા સ્વાદ અને મોટા ફળના કારણે પ્રખ્યાત છે. આ વર્ષે લોકડાઉન હશે તે વાત કલ્પનામાં પણ ન હોય તેમ રાણાવાવ નજીકના મોડપરમાં એક ખેડૂતે આ સીઝન માટે પોતાની 50 વિઘાની જમીનમાં આ વર્ષે ઓર્ગેનિક રીતે કેરીની ખેતી કરી હતી.

image source

થયું પણ એવું કે આ વર્ષે કેરીનો મબલખ પાક ઉતર્યો. જો કે આ વર્ષે કેરીનું વેચાણ લોકડાઉનના કારણે યાર્ડ કે અન્ય સ્થળે થઈ શકે તેમ ન હોવાથી ખેડૂતે ઓનલાઈન કેરીનું વેચાણ કરવાનું નક્કી કર્યું. ઓનલાઈન વેચાણથી ખેડૂતને બમણો નફો થયો છે.

image source

પોરબંદર જિલ્લાના રાણાવાવ નજીક મોડપરના કિશોરભાઈ ઓડેદરા નામના ખેડૂતે પોતાના 50 વિઘા ખેતરમાં 1400 જેટલા આંબાઓમાં 18 પ્રકારની કેરીઓ ઉતારી છે. જેમાં 600 આંબાઓમાં હાફૂસ કેરીના છે જ્યારે આ સિવાય કેસર, આમ્રપાલી, પાયરી, દૂધપેડો, દશેરી, લંગડો, વનરાજ, રાજાપૂરી, સુંદરી, નીલમ, બદામી હાફૂસ, શ્રાવણીયો, માલદારી, રેશમિયા, કરેજીયા સહિતની કેરીઓનો પાક ઉતર્યો છે. ખાસ વાત એ છે કે ખેડૂતે તેના ખેતરમાં રાસાયણિક ખાતર નહીં પરંતુ ગાયના છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કર્યો છે.

image source

તેઓ પોતાની કેરીનો પાક દર વર્ષે ઓમાન સહિત અન્ય દેશોમાં મોકલે છે. પરંતુ આ વખતે આ ખેડૂતે લોકડાઉનના પગલે ઓનલાઈન અને સ્થાનિક ગ્રાહકોને સીધી જ કેરી વહેંચી દીધી હતી. આ રીતે તેણે બમણો ફાયદો મેળવ્યો છે. ખેડૂતે આ વર્ષે 30 હજાર કિલો કેરીનું ઓનલાઈન વેચાણ કર્યું છે. તેને બમણો લાભ થવાનું કારણ એ છે કે ખેડૂતને આ વર્ષે એજન્ટને કમિશનનો એક પણ રૂપિયો આપવો પડ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત