પોરબંદર અને જુનાગઢ પંથકના આશરે 316 ગામોની વસ્તીને ધ્યાનમાં રાખીને ગામદીઠ 500થી 1000 કિલો અનાજ આપવામાં રહ્યું છે
લોકડાઉન જાહેર થયું ત્યારબાદ અનેક સમાજિક સંસ્થાઓએ જરૂરીયાત મંદ પરીવારનો એક-બે કે જરૂર અનુસાર કીટનું દાન કર્યું હતું. તેમાં કેટલાક લોકો પણ એવા હતા કે જેમણે એકલપંડે હજારો લોકોની મદદ કરી છે. આવા જ એક વ્યક્તિ છે જામનગર પંથકના. આ વ્યક્તિને હાલ જામનગરના ભામાશાનું બિરુદ મળ્યું છે. આમ શા માટે થયું છે ચાલો જણાવીએ તમને..

જામનગરમાં રહેવાસી એવા વસ્તાભાઈ કેશવાલાએ લોકડાઉન જાહેર થયું ત્યારે નક્કી કર્યું હતું કે તે લોકોને ઘઉંનું દાન કરશે. આ ઘઉં એટલે એક-બે કીલો નહીં પરંતુ હજારો મણ હતા. તેમણે નક્કી કર્યા અનુસાર લોકડાઉન દરમિયાન કોરોનાના કપરા કાળમાં 27,000 મણ ઘઉંનું દાન કરવાનું કાર્ય કરી દીધું હતું.
લોકડાઉન દરમિયાન તેમણે કરેલા આ અન્નદાનથી હજારો પરિવારોનું પેટ ઠાર્યુ હતું. જો કે 27,000 મણ ઘઉં દાનમાં આપ્યા બાદ આમ છતાં તેમનો આ સેવા યજ્ઞ હજુ ચાલી રહ્યો છે. હવે તે આગામી 30 જૂન સુધીમાં હજી 10,000 મણ ઘઉંનું વિતરણ કરશે. આ દાન તેઓ શા માટે કરવાના છે તે પણ જણાવીએ તમને.

જામનગરના વસ્તાભાઈ કેશવાલા દ્વારકા હાઇવે પર આવેલી સમર્પણ હાર્ટ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા પણ આપી રહ્યા છે. આ જ હોસ્પિટલને 27 વર્ષ પુર્ણ થતા હોવાથી વસ્તાભાઈએ 27નો આંકડો પસંદ કર્યો અને 27 હજાર મણ ઘઉં વિતરણ કરવાનો મહાયજ્ઞ શરુ કર્યો હતો. જો કે 27 હજાર મણ ઘઉં દાન કર્યા બાદ તેમને પ્રેરણા થઈ કે વધુ 10,000 મણ ઘઉં દાન કરવા છે. તેથી તેમણે અન્નદાન યજ્ઞને ચાલું રાખ્યો.

હજારો મણ ઘઉંનું દાન કરનાર વસ્તાભાઈનું કહેવું છે કે, તેની ઈચ્છા છે કે દરેક ઘરના લોકોના ભાણામાં રોટલી હોય અને તેમાંથી એક રોટલી તો આપણી જ હોવી જોઈએ. વસ્તાભાઈ દ્વારા શરુ કરાયેલી સેવા પ્રવૃત્તિના ભાગરુપે રોજ સમર્પણ હોસ્પિટલમાંથી ઘઉંનો જથ્થો ભરીને ટ્રેકટરો નીકળી પડે છે અને જરુરિયાતમંદો સુધી અનાજ પહોંચાડે છે.

અત્યાર સુધીમાં તેમણે ખંભાળિયા, ભાણવડ, કાલાવડ અને જોડીયા સુધીના ગામોને આવરી લીધા છે. જ્યાર હવે પોરબંદર અને જુનાગઢ સુધીના ગામો સુધી અન્નદાનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પોરબંદર અને જુનાગઢ પંથકના આશરે 316 ગામોની વસ્તીને ધ્યાનમાં રાખીને ગામદીઠ 500થી 1000 કિલો અનાજ આપવામાં રહ્યું છે. જો કે અનાજ વિતરણમાં તેઓ વિધવા, અપંગ, અનાથ, બેઘર વૃદ્ધો કે અસાધ્ય રોગથી પીડિત દર્દીઓને પ્રાધાન્ય આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત