દંગલ ગર્લ ફાતિમા સના શેખે જણાવ્યું પોતાનું દુઃખ, કહ્યું કે.. “ખરાબ રિલેશનશિપમાં રહી ચુકી છે, ઘણું જ મુશ્કેલ હોય છે એમાંથી….’

દંગલ ગર્લ ફાતિમા સના શેખે જણાવ્યું પોતાનું દુઃખ, કહ્યું કે “ખરાબ રિલેશનશિપમાં રહી ચુકી છે, ઘણું જ મુશ્કેલ હોય છે એમાંથી બહાર નીકળવુ”

ફાતિમા સના શેખે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે અને એમના કામને ઘણું વખાણવામાં પણ આવ્યું છે.ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટનું પાત્ર ભજવીને એ ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી અને એ પછી એ ઓટીટી પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે અને ઘણા જ અલગ પ્રકારના પાત્ર ભજવી રહી છે.

image source

ફાતિમા આમ તો પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી જ પ્રાઇવેટ પર્સન છે પણ પોતાના પાત્રની ચર્ચા કરતા હાલમાં જ એમને પોતાના અંગત સંબંધો વિશે પણ ખુલાસો કર્યો જેમાં એમને કહ્યું કે એ ખુદ એક ટોક્સિક રિલેશનમાં રહી ચુકી છે…ફાતિમા હાલમાં જ વેબ સિરીઝ અજીબ દાસ્તાનમાં દેખાઈ હતી અને એમને લુડોમાં ભજવેલા પોતાના પિંકીના પાત્રની પણ ચર્ચા કરી હતી.

image source

ફાતિમાએ કહ્યું કે પિન્કીનું પાત્ર એવું છે કે પતિ પર હત્યાનો આરોપ લાગે છે અને એ પહેલાં એના પતિના ઘણા અફેર્સ પણ રહી ચૂક્યા હોય છે પણ તો ય પિંકી પોતાના પતિને છોડાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરે છે. આ પાત્ર પર વાત કરતી વખતે ફાતિમા સનાએ કહ્યું કે હું અંગત જીવનમાં બિલકુલ એવી નથી. પતિવ્રતા છોકરી. મારી સાથે જો કોઈ આવું કરે તો હું એને બે ઝાપટ મારી દઉં. લુડોમાં ફાતિમાની ઓપોઝિટ હતા રાજુકમાર રાવ અને એ ફિલ્મ સૂરજ પર મંગલ ભારીમાં પણ મનોજ બાજપાઈ અને દિલજીત દોસાંજ સાથે દેખાઈ હતી

image source

એક ઇન્ટરવ્યૂમાં ફાતિમાએ ખુલાસો કર્યો હતો કે હું પણ એક ટોક્સિક રિલેશનશિપમાં હતી. બહુ જ મુશ્કેલ હોય છે આ પ્રકારના સંબંધોમાં રહેવું અને એમાંથી બહાર નીકળવું. આપણે ભલે એ કહીએ કે હું આ કરી લઈશ, પેલું કરી લઈશ પણ જ્યારે તમે આવી સ્થિતિમાં આવો છો તો એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે શું કરવું?

image source

ખાસ કરીને ત્યારે અને એ બધી જ સ્ત્રીઓ માટે જ્યારે તમે ફાઈનન્સીયલી પોતાના પતિ પર આશ્રિત હોવ છો. આવી સ્ત્રીઓ જે આર્થિક રીતે પોતાના પતિ પર નિર્ભર હોય છે એમને માટે આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હોય છે, હું સમજી શકું છું આ વાતને.

image source

એટલે મને મારુ લુડોનું પાત્ર નહોતું પસંદ કારણ કે જે માણસના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય એના માટે હું આટલું કરી રહી છું કે એને જેલમાંથી બહાર કાઢવા માટે હું બધા જ પ્રયત્ન કરી રહી છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!