ગરીબ પરિવારનો ખેડૂત કેબીસીમાં જીત્યો 50 લાખ, 1 કરોડના સવાલ પર થયું આવું, હવે બનશે IAS!

હાલમાં કેબીસી ચર્ચામાં છે. લોકો રમી રહ્યાં છે અને કરોડપતિ પણ બની રહ્યા છે. અને જોવા જેવી વાત એ છે કે આ વખતે 2020માં કૌન બનેગા કરોડપતિની સીઝન 12 દરેક રીતે ઇતિહાસ રચી રહી છે. આ સીઝનમાં પહેલાથી જ ત્રણ કરોડપતિ બની ચૂક્યા છે. હવે એક ખેડૂતે 14 પ્રશ્નોના સાચા જવાબ આપીને 50 લાખ રૂપિયા તેના નામે કર્યા છે. સ્પર્ધકે એટલી સરસ રીતે રમત રમી કે અમિતાભ પણ તેમના જ્ઞાનની પ્રશંસા કરતાં થાકતા નહીં. આ સ્પર્ધકનું નામ તેજ બહાદૂર છે અને તે એક ખેડૂત છે.

image source

આ ખેડૂત પોતાના અભ્યાસ માટે અને આઈપીએસ બનવા માટે અહીં આવ્યો હતો. ત્યારે તેજ બહાદુરે આખી રમત ખૂબ જ વિચારપૂર્વક રમી અને જરૂર પડ્યે તેની લાઈફ લાઈનનો પણ ઉપયોગ કર્યો. તે એટલી સારી રીતે રમ્યો કે અમિતાભને પણ એક કરોડનો સવાલ તેની સામે મૂકવાનો મોકો મળ્યો. પરંતુ તે તે જ સવાલનો જવાબ આપી શક્યો નહીં. એક કરોડનો પ્રશ્ન કંઈક આવો હતો. 1857ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મંગલ પાંડેનો સંબંધ આમાંથી કયા રેજિમેન્ટ સાથે હતો? લોકો કહી રહ્યા છે કે તેજને એક કરોડના આ સવાલ પર જોખમ લેવાની જરૂર નહોતી.

image source

તે વારંવાર કહેતો હતો કે જો તેણે ખોટો જવાબ આપ્યો તો તેનો અભ્યાસ અધુરો રહી જશે. ત્યારે આટલો વિચાર કરીને આવી સ્થિતિ આવતા દરેક લોકોની જેમ આ ખેડૂતે એક કરોડના સવાલ પર ક્વિટ લેવાનું નક્કી કર્યું. મંગલ પાંડેના આ સવાલનો સાચો જવાબ 34મી બંગાળ નેટિવ ઈફેક્ટ્રી એવો હતો. પરંતુ જો તેજ 1 કરોડ રૂપિયા જીત્યો હોત તો તે આ સિઝનમાં ચોથો કરોડપતિ બન્યો હોત. પરંતુ તેજ એવું કહે છે તે આ પૈસાથી પોતાના દરેક સપના પુરા કરી શકશે. તે આઈએએસ બનવાનું પોતાનું સપનું પણ પૂર્ણ કરશે અને તેના પરિવારની સારી સંભાળ પણ લેશે. પરંતુ આ વર્ષે પણ આ શોને લઈને કોઇ વિવાદ નથી આવ્યો એવું નથી.

image source

દર વર્ષે પણ અલગ અલગ સવાલો પર વિવાદ ઉઠતા જ હોય છે. ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ મહાનાયક અમિતાભ બચ્ચન ના શો ‘કોન બનેગા કરોડપતિ’પર નિશાન તાક્યુ હતું. અગ્નિહોત્રીએ લખ્યું હતું કે, કેબીસીને સામ્યવાદીઓએ હાઈજેક કરી લીધું છે. નિર્દોષ બાળકો સાંસ્કૃતિક યુદ્ધો કેવી રીતે જીતવા તે શીખો. આને કોડિંગ કહેવામાં આવે છે. એક કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચને ઇતિહાસ સંબંધિત સવાલ પૂછ્યો હતો. પ્રશ્ન એમ હતો કે 25 ડિસેમ્બર 1927 ના રોજ, ડો.બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ કયા ગ્રંથની નકલો સળગાવી હતી? આ પ્રશ્નના વિકલ્પો હતા- (A) વિષ્ણુ પુરાણ (B) ભગવદ્ ગીતા (C) ઋગ્વેદ (D) મનુ સ્મૃતિ. આ પ્રશ્નના કારણે બિગ બી પર કોમવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે.

image source

એક યુઝરે લખ્યું, કે, અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં વધુ સુસંગત પ્રશ્નો પૂછી શક્યા હોત. બાબાસાહેબ આંબેડકરએ ભારતના ભાગલા દરમિયાન સમગ્ર વસ્તીના સ્થાનાંતરણની ભલામણ કયા ધાર્મિક સમુદાય માટે કરી હતી? (A) શીખ (B) ક્રિશ્ચિયન (C) યહૂદી (D) મુસ્લિમ.

image source

બીજા એક યુઝર્સે એવી ટિપ્પણી કરી કે, મિ. બચ્ચન, તમે સંપૂર્ણ પક્ષપાતી છો. વિકલ્પમાં તમે એક જ ધર્મના પુસ્તકો કેવી રીતે આપ્યા? જ્યારે તમે ‘કિસ ધર્મ’ શબ્દથી પ્રારંભ કરો છો, ત્યારે તમે અન્ય ધર્મોના ગ્રંથોને નામ લેવાથી કેમ ડરો છો કે તમારા હાલ પણ ફ્રાન્સ જેવા જ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત