સૌથી વધુ ફ્લોપ ફિલ્મ આપવાનો રિકોર્ડ બનાવી ચુક્યા છે બોલિવુડના આ સુપરસ્ટાર્સ

બોલીવુડમાં દર વર્ષે હજારો ફિલ્મો રિલીઝ થાય છે. પણ એ જરૂરી નથી કે બધી ફિલ્મો બોક્સઓફિસ પર જબરદસ્ત પરફોર્મ કરે અને કમાણીની બાબતમાં રિકોર્ડ તોડે. મોટામાં મોટા કલાકારોની ફિલ્મો પણ ફ્લોપ થાય છે અને બોક્સ ઓફીસ પર ઉંધા મોઢે પડે છે. એવા ઘણા મોટા નામ બોલીવુડમાં રહેલા છે જેમના નામે મોટી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો નોંધાયેલી છે. ચાલો આજે જાણી લઈએ એ કલાકારો વિશે જેમના નામે બોલીવુડમાં સૌથી વધુ ફ્લોપ ફિલ્મો આપવાનો રિકોર્ડ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એવા કલાકારોમાં ઇન્ડસ્ટ્રીના ત્રણ મોટા ખાનના નામ પણ સામેલ છે. ખાન કલાકારો સિવાય આ લિસ્ટમાં બોલિવુડના ઘણા અભિનેતાઓના નામ પણ સામેલ છે. તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

સલમાન ખાન

image source

આ લિસ્ટમાં એક નામ બોલિવુડના ભાઈજાન એટલે કે દબંગ ખાન એવા સલમાન ખાનનું પણ છે. સલમાન ખાને એમના કરિયરમાં 139થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ લિસ્ટના સલમાન ખાનના નામે ઘણી હિટ ફિલ્મો છે તો ફ્લોપ ફિલ્મો પણ સામેલ છે. સલમાન ખાનના નામે લગભગ 29થી વધુ ફ્લોપ ફિલ્મો સામેલ છે.

અજય દેવગન

image source

90ના દાયકામાં પોતાની ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરનાર અજય દેવગન એક મોટું નામ છે. અજય દેવગને એમના કરિયરમાં લગભગ 131થી વધુ ફિલ્મો કરી છે. એમાં સિંઘમ, ગોલમાલ, તાનહાજી જેવી ઘણી મોટી હિટ ફિલ્મો સામેલ છે. પણ અજય દેવગણના નામે અત્યાર સુધી 28 ફ્લોપ ફિલ્મો આપવાનો રિકોર્ડ પણ છે.

શાહરુખ ખાન

image source

બોલીવુડમાં શાહરૂખને કિંગ ખાન કહેવામાં આવે છે. શાહરુખ ખાન અત્યાર સુધી 108થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. શાહરુખ ખાન એકલા એવા સ્ટાર છે જેમને બેક ટુ બેક 10 હિટ ફિલ્મો આપી છે પણ એની સાથે સાથે 21થી વધુ ફ્લોપ ફિલ્મો પણ શાહરુખ ખાનના નામે છે.

આમિર ખાન

image source

બોલીવુડમાં આમિર ખાનને મિસ્ટર પરફેક્ટનિષ્ટના નામે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આમિર ખાન એમની ફિલ્મો પર પરફેક્શનના હિસાબે કામ કરે છે. એ કારણે બોલીવુડની સૌથી મોટી હિટ ફિલ્મોમાં સૌઠું વધુ એમનું જ નામ છે. પછી એ દંગલ હોય કે ગજની.પણ એ સાથે સાથે ફ્લોપ ફિલ્મો આપવામાં પણ આમિર ખાનનું નામ સામેલ છે. આમિર ખાને એમના કરિયરમાં જબરદસ્ત ફ્લોપ 17થી વધુ ફિલ્મો આપી છે.