અજીબ કાયદો છે ભાઈ, 10 વાગ્યા પછી ફ્લશ કરવા પર થાય છે સજા, આ દેશમાં બાથરૂમને લઇ કડક નિયમો

કોઈપણ દેશને યોગ્ય રીતે ચલાવવા માટે કાયદા હોય છે. દરેક વ્યક્તિએ આ નિયમો અને કાયદાઓનું પાલન કરવું જોઈએ. પરંતુ કેટલીકવાર કાયદા એવા હોય છે જેને જાણીને તમને નવાઈ લાગશે. જ્યારે તમે વોશરૂમમાં જાઓ છો ત્યારે તમને ભાગ્યે જ કોઈ નિયમ કે કાયદો યાદ હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ઘણા એવા દેશ છે જ્યાં વોશરૂમના ઉપયોગને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ ક્યા છે તે દેશ અને કયા કાયદા છે.

image source

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ ટોયલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશ નથી કરતા. પરંતુ સિંગાપોરમાં ખરાબ આદતો માટે આકરી સજા રાખવામાં આવી છે. સિંગાપોરમાં ટોયલેટ ફ્લશ ન કરવા પર સજાની જોગવાઈ છે અને તમે અહીં સોરી કહીને બચી નહીં શકો. જે શિક્ષા નક્કી કરવામાં આવી છે તે પૂરી કરવાની છે. અહીં જો કોઈ વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કર્યા પછી ફ્લશ નહીં કરે તો તેને જેલની હવા ખાવી પડી શકે છે. સિંગાપોરમાં, જો તમે ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશ ન કરો તો તમારે 150 ડોલર એટલે કે 8 હજાર રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેને જેલની સજા થાય છે.

image source

એ જ રીતે સ્વિત્ઝર્લેન્ડમાં પણ ખૂબ જ વિચિત્ર કાયદો છે. સ્વિત્ઝર્લેન્ડમાં, તમે રાત્રે 10 વાગ્યા પછી ટોઇલેટ ફ્લશ કરી શકતા નથી. અહીં આવું કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં તેને ધ્વનિ પ્રદૂષણ તરીકે જોવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે રાત્રે 10 વાગ્યા પછી ટોયલેટ ફ્લશ કરવાથી લોકોની ઊંઘ બગાડે છે. આ જ કારણ છે કે જો તમે આવું કરતા પકડાઈ જાઓ તો તમારે તેના માટે દંડ ભરવો પડી શકે છે.