ફોકાસીયા બ્રેડ – હવે બનાવો આ નવીન બ્રેડ ઘરે જ બનાવવાની સરળ રેસિપી..

ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર માખણ અથવા જેતૂનનું તેલ ચોપડીને ગરમા-ગરમ સૂપ અથવા પાસ્તા સાથે પીરસસો, ત્યારે જુઓ કેવો ફર્સ્ટ ક્લાસ જમણનો આંનદ માણવા મળે છે. આ વાનગીમાં જેતૂનના તેલની માત્રા ઓછી ન કરવી નહીં તો બ્રેડ સારા નહીં બને.પણ મેં મારી અલગ રીત થી શીખવશું હું તમને

ફોકાસીયા બ્રેડ :

સામગ્રી :

  • – 11/2 કપ મેંદો
  • – 2 ચમચો યેસ્ત (yeast)
  • – 1/2 કપ પાણી
  • – 1/4 કપ રવો
  • – 2 ચમચી સાકર
  • – ૧/૪ કપ કોથમીર
  • – થોડું લસણ ( જીણું સમારેલું )
  • – 2 ચમચી ઓઇલ
  • – 1 નગ ટોમેટો Slice 1 નગ કેપ્સિકમ slice
  • – 1 ચમચી હર્બ્સ

રીત :

1 …સૌ પ્રથમ વાડકા માં 1/2 કપ ુંફાળા પાણી માં યીસ્ટ અને સાકાર ઉમેરી એકટીવ થવા માટે 5 મિનિટ મૂકવું ….

2.હવે એક મોટા વાસણ માં મેંદો અને રવો લઇ તેમાં સ્વાદ મૂજબ મીઠું અને ઓઇવ ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું ….હવે તેમાં એકટીવ થયેલું પાણી ઉમેરી લોટ બાંધી લેવો ..

3.. લોટ બાંધી પ્રોફિંગ માટે મૂકી દ્યો. 1 કલાક પછી લોટ double થઇ જશે. બેકિંગ ટ્રે લઇ એમાં તેલથી ગ્રીસ કરી લો એમાં પાથરી દો …fari આ દબલ થયેલા લોટ ને 30 મિનિટ માટે રાખી દેવું પછી લોટ ડબલ થઈ જશે

4.હવે એક વાડકી માં તેલ અને પાણી લેવું …આ દબલ થયેલા લોટ ને 30 મિનિટ માટે રાખી દેવું પછી લોટ ડબલ થઈ જશે અને ઉપર તેલ પાણી લગાવી તેની ઉપર ટોમેટો ,કેસીક્મ લસણ સામેરેલું અને મીક્સ હેરબસ પાથરી હાથેથી બ્રેડ પર દબાવી જેથી વેજિટેબલે અંદર જાય …ઓવનમાં 180 ડિગ્રી ઉપર 20થી 25 મિનિટ માટે બેક કરો અને સર્વ કરવું …

નોંધ :

  • – ઓઇલ હમેશા સુગધ વગરનું વાપરવું …
  • – યીસ્ટ જૂનું થઈ જાય તો એ બ્રેડ બનાવ નહિ વાપરવું …
  • – પ્રોફિંગ કરવુ જરૂરી છે ..
  • – લોટ બાંધો ત્યરે સોફ્ટ રાખવું …અને તમારો લોટ બરાબર બાંધ્યો છે એ ચેક કરવા માટે આગળ ને બ્રેડ પર લગાવો તો પાછો આવવો જોઈએ …
  • – ઘઉંના લોટને બરાબર ચાળી લો. બ્રેડ બનાવવા માટે તાંસળું કે તાસક લેવાને બદલે એને ડાયરેક્ટ કિચનના પ્લેટફૉર્મ પર જ બનાવો તો એ વધુ બહેતર રહેશે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.