ભુલાઈ ગયેલા વાઇફાઇ પાસવર્ડનો સ્માર્ટફોન વડે કઈ રીતે જાણવો ? આ રહી રીત

હાલના સમયમાં ઇન્ટરનેટ લગભગ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે. આમ તો આપણા સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટ ડેટા પ્લાન હોય છે. પરંતુ વાઇ-ફાઇની સુવિધા મળી જતી હોય તો કોઈ મોબાઈલ ઇન્ટરનેટ ડેટા વાપરવા માટે રાજી નથી હોતું. શું તમારી સાથે પણ ક્યારેય એવું થયું છે કે તમારે વાઇફાઇ નો ઉપયોગ કરવો હોય અને પાસવર્ડ ની જરૂર ઊભી થઈ હોય પરંતુ તમને પાસવર્ડ યાદ ના આવી રહ્યો હોય. અને તમે વળી પાસવર્ડને ક્યાંય નોંધી પણ ન રાખ્યો હોય. અથવા ક્યારેય એવું પણ બન્યું હશે કે તમારા વાઈફાઈ ની જરૂર તમારા કોઈ સંબંધી કે મિત્ર ને ઉભી થઈ હશે પરંતુ તમને તમારા જ વાઇ-ફાઇ ના પાસવર્ડ ની જાણકારી ના હોય ત્યારે આવી સ્થિતિમાં શું કરવું ? તેના વિશે અમે આ આર્ટિકલમાં માહિતી આપી રહ્યા છીએ.

સેવ પાસવર્ડની સુવિધા

image soucre

જો તમે એન્ડ્રોઇડ 10 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા ડિવાઇસ નો ઉપયોગ કરી રહ્યા હોય તો તેમાં સેવ નેટવર્કના વાઈ ફાઈના પાસવર્ડ ને જોવું સરળ છે. આ માટે તમારે ડિવાઇસને રૂટ કરવાની પણ જરૂર નથી રહેતી. અને તમારો પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ઝાઝી મુશ્કેલી પણ નહીં પડે.

એન્ડ્રોઇડ 9 અને તેનાથી નીચેના વર્ઝન વાળા ડિવાઇસમાં આ રીતે જોઈ શકાય છે પાસવર્ડ

image soucre

શું તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડના 9 કે તેનાથી નીચેના વર્ઝન પર ચાલી રહ્યો છે ? તો તમારે ગભરાવવાની જરૂર નથી. અમે આપને આ વર્ઝનમાં પણ વાઇફાઇ નો પાસવર્ડ જાણી શકાય તેના વિશે જણાવીશું. આ રીતે પાસવર્ડ જાણવા માટે તમારે તમારા ડિવાઈસને રૂટ કરવું પડશે. કારણ કે સેવ કરવામાં આવેલા નેટવર્ક માટે વાઇફાઇ ક્રેડેનસીયલ રાખતી ફાઇલ તમારા ફોનના સ્ટોરેજની પ્રોટેક્ટેડ ડાયરેક્ટરીમા હોય છે.

image soucre

ફોનને રૂટ કર્યા બાદ root બ્રાઉઝિંગને સપોર્ટ કરતી ફાઈલ એક્સપ્લોરર એપ ની મદદથી /data/misc/wifi પર જાવ અને wpa_supplicant.conf ને ઓપન કરો. અહીં તમને તમારા નેટવર્કનું નામ એટલે કે ssid અને તેનો પાસવર્ડ એટલે કે psk જોવા મળી જશે. તમે ઇચ્છો તો વાઇફાઇ પાસવર્ડ વ્યુર જેવી એપનો પણ ઉપયોગ કરી શકો છો.

એન્ડ્રોઇડ 10 કે તેની ઉપરના વર્ઝન દ્વારા આ રીતે કરો વાઇફાઇ શેયર

image soucre

એન્ડ્રોઇડ 10 કે તેનાથી ઉપરના વર્ઝનના ફોન માં વાઇફાઇ પાસવર્ડ જાણવા માટે તમારે પહેલા સેટિંગ માં જવું પડશે. ત્યારબાદ નેટવર્ક અને ઇન્ટરનેટ ના વિકલ્પ ને સર્ચ કરો. અને વાઈફાઈ પર ટેપ કરો. અહીં તમને લિસ્ટમાં સૌથી ઉપર તમારા હાલના વાઇફાઇ નેટવર્ક દેખાય જશે. તેને સિલેક્ટ કરો અને પછી શેયર બટન ને દબાવી દો. ત્યારબાદ યુઝરને આગળ વધવા માટે પોતાના ફોન નો પીનકોડ અથવા ફિંગર પ્રિન્ટ કરવા કહેવામાં આવશે આમ કર્યા બાદ તમને તમારા વાઇફાઇ નો પાસવર્ડ ક્યુ આર કોડ ની નીચે જોવા મળી જશે.