સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા RC બુકમાં ભૂલ્યા વગર જોઇ લો આ પોઇન્ટ્સ, નહિં તો ખાવા પડશે RTOના ધક્કા

સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ વધ્યું છે. ખાસ કરીને ગયા વર્ષે કોરોના વાયરસ બાદ લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે જયારે મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થઇ ગયા હતા ત્યારે ઘરમાં એક નાનકડી કારની જરૂરત ઉભી થવા લાગી હતી. આ જ કારણ છે કે સેકન્ડ હેન્ડ કારની માર્કેટમાં થોડી તેજી આવી છે.

image source

જો તમે પણ એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઇચ્છતા હોય તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આજના આ આર્ટિકલમાં એક એવી બાબત વિષે ધ્યાન અપાવીશું જેમાં ભૂલ તમારી નહીં પણ RTO ની જ રહે છે પરંતુ તે ભૂલનું પરિણામ RTO એ નહિ પણ તમારે ભોગવવાનું આવે છે. તો શું છે એ મહત્વની બાબત ચાલો જરા વિસ્તારથી જાણીએ.

કારનાં મોડલનું આખું નામ છે કે કેમ ?

image source

હરિયાણાના મુનીન્દર સિંહે તેની સ્વીફ્ટ ડિઝાયર વેંચી. તે કાર ખરીદનાર સુમિતે એ કારનાં બધા કાગળો ચેક કાર્ય પરંતુ રજીસ્ટ્રેશન કાર્ડ (RC) માં એક બાબત ચેક ન કરી. તે બાબત એવી હતી કે રજીસ્ટ્રેશન કાર્ડમાં કારનું આખું નામ ન હતું, અને ફક્ત સ્વીફ્ટ LXI લખેલું હતું. જયારે ખરેખર તેમાં સ્વીફ્ટ ડિઝાયર LXI એમ લખેલું હોવું જોઈતું હતું.

image source

અહીં પરેશાનીની વાત એ છે કે સ્વીફ્ટ પણ એક અલગ કાર છે. આ કાર ખરીદનાર સુમિતને તકલીફ ત્યારે પડી જયારે તે આ કારને લઈને પોતાના રાજ્યમાં NOC કઢાવવા ગયા. ત્યાં તેમને NOC માં ફક્ત સ્વીફ્ટ લખેલું જ આપવામાં આવતું હતું જયારે તેને NOC માં કારનું આખું નામ જોઈતું હતું.

image source

ઈન્વોઈસમાં પણ ન થયું કામ. સુમિતને હેરાન થવાનું યથાવત રહ્યું. RTO એ જણાવ્યું કે ભૂલ આ પહેલાના RTO ની છે અને તેમાં તેઓ કઈંપણ કરી શકે તેમ નથી. RTO એ જણાવ્યું કે કારનું ઈન્વોઈસ મળી જાય તો તે બદલી શકાય છે. સુમીતે ભારે મહેનત કરીને ગાડીનું ઈન્વોઈસ કઢાવ્યું કારણ કે ગાડી થર્ડ ઓનર હતી અને તેણે જેની પાસેથી ગાડી ખરીદી હતી તેને પણ આ બાબતે કઈં ખબર ન હતી. જેમ તેમ કરીને ઈન્વોઈસ કઢાવ્યું તો કહેવામાં આવ્યું કે તેના કારણે પણ કામ નહિ થાય કારણ કે સિસ્ટમમાં એક વખત જે નામ ચડી જાય ત્યારબાદ તેને બદલવું મુશ્કેલ જ રહે છે.

આવી કાર ન ખરીદવી

image source

કાર એક્સપર્ટ શેહઝાદ જણાવે છે કે એવી કાર કે જેની RC બુકમાં તેનું આખું નામ લખેલું ન હોય તેવી કાર ખરીદવાથી બચવું જોઈએ. કારણ કે આવી કાર આગળ વેંચવા સમયે પણ તકલીફ ઉભી થાય છે. કારણ કે મોટાભાગના લોકો કાર પર ફાયનાન્સ કરાવે છે એટલે જો કારનું આખું નામ લખેલું ન હોય તો લોન મળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કોઈ નવી કાર ખરીદી રહ્યા હોય અને RTO એ તેનું સાચું નામ કે આખું નામ ન લખ્યું હોય તો તુરંત સુધરાવી લેવું જોઈએ. કારણ કે આગળ જતા તે સુધારો કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!