કોરોના મહામારીના વધતા કહેરની અસર થઈ ગણપતિ મહોત્સવને, જાણો ક્યાં નહીં ઉજવાય તહેવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી અત્યાર સુધી તો થઈ છે. પરંતુ હવે અહીં ગણેશ ઉત્સવની રંગત ફિક્કી પડે તેવા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીએ જે હાહાકાર મચાવ્યો છે તેને લઈ એક મોટી જાહેરાત થઈ છે. દિલ્હીમાં ગણેશ ચતુર્થીને લઈને જાણવા મળ્યું છે કે અહીંના પ્રખ્યાત લાલબાગના રાજા ગણેશનો દરબાર આ વર્ષે નહીં ભરાય.

image source

દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે ધામધૂમથી ગણેશ પૂજા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે પરિસ્થિતિ બદલી છે. આ વર્ષે પણ કોરોનાના કારણે ગણેશ મહોત્સવનો રંગ જામશે નહીં. કોરોનાના કારણે ભગવાન ગણેશની મૂર્તિ બનાવતા કારીગરો પર આર્થિક રીતે ખરાબ અસર થઈ છે. કોરોનાના કારણે તેમની મૂર્તિઓનું વેચાણ થઈ નથી રહ્યું. જેના કારણે તેઓ પરેશાન છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે કોઈપણ પ્રકારનો વેપાર થયો ન હતો અને આ વર્ષે પણ કોરોનાના કારણે અનેક આયોજનો રદ્દ થવાના કારણે વેપાર મંદ છે.

image source

જો કે કેટલાક ગણેશ મહોત્સવનું આયોજન થવાનું છે. પરંતુ દિલ્હીના સૌથી પ્રખ્યાત ગણેશ મહોત્સવને રદ્દ રાખવામાં આવ્યો છે. આ વર્ષે પણ કોરોનાના કારણે મૂર્તિકારોએ નાની-નાની મૂર્તિઓ તૈયાર કરી હતી પરંતુ તેમ છતાં દુકાનો પણ લોકો ફરકતા જોવા મળ્યા નથી. સામાન્ય રીતે આ દિવસોમાં લોકો મૂર્તિઓ પસંદ કરી બુકીંગ કરાવી લેતા હોય છે.

image source

તેવામાં જાણવા એમ પણ મળ્યું છે કે દિલ્હીમાં દર વર્ષે મોટાપાયે ગણેશોત્સવનું આયોજન કરતાં લાલબાગ કા રાજા ટ્ર્સ્ટને આ વર્ષે પ્રશાસને મહોત્સવની પરવાનગી આપી નથી. આમ કરવાનું મુખ્ય કારણ કોરોનાનું સંક્રમણ છે. આ વાતથી મૂર્તિકારોની પરેશાની વધી છે કે આ વર્ષે પણ લોકપ્રિય આયોજન થવાનું નથી. દિલ્હીમાં દર વર્ષે અલગ અલગ નાના મોટા 150થી વધુ પંડાલ ભરાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જાહેરમાં કોઈ પંડાલ ભરાશે નહીં.