વર્તમાન સમયે મોટાભાગના લોકો જાણતા નથી વિસર્જન પાછળની આ શાસ્ત્રોક્ત કથા

ગણેશ મહોત્સવ આપણા દેશમાં સૌથી લાંબો ચાલતો તહેવાર છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના થાય છે અને 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. જો કે ઘણા લોકો એવા છે જેમને વિસર્જનના મહત્વ વિશે અને તે શા માટે કરવામાં આવે છે તેની ખબર નહીં હોય. જો તમે પણ આ ગણેશ વિસર્જન શા માટે કરવામાં આવે છે તેનાથી અજાણ છો તો આજે તમને જણાવીએ તે શા માટે કરવામાં આવે છે અને તે કરવાનું કારણ શરું છે.

image soucre

આપણા દેશમાં ધર્મમાં માનતા લોકો મોટા પ્રમાણમાં છે પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે કોઈપણ તહેવાર અથવા પરંપરા એકબીજાની દેખા-દેખીમાં ઉજવાય છે અને તેનો અર્થ ઘણા લોકો જાણતા નથી. જેના કારણે વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. ન કરવાની રીતે જ્યારે ગણેશજીનું વિસર્જ થાય છે ત્યારે તે જોઈને આપણા હિન્દુ અનુયાયીઓને ખૂબ જ દુઃખ થાય છે.

image soucre

આપણા શાસ્ત્રોમાં ગાયના છાણથી અથવા માટીથી બનેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાનો એક માત્રકાયદો છે. ગાયના છાણમાંથી બનેલા ગણેશજી એએક પ્રતીક છે, જે માતા પાર્વતીએ ઉત્પન્ન કર્યા હતા. આપણા શાસ્ત્રોમાં ગાયના છાણને પવિત્ર માનવામાં આવે છે, તેથી ગાયના છાણથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. એટલે જ પૂજા, યજ્ઞ અથવા હવન વગેરે કરતી વખતે ગોબરથી બનેલા ગણેશ બનાવવાનો નિયમ છે. જે બાદમાં નદી અથવા પવિત્ર તળાવ અથવા જળાશયમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.

ગણેશ વિસર્જન કરવાનું કારણ

image soucre

જ્યારે ભગવાન વેદ વ્યાસે શાસ્ત્રોની રચના કરવાનું શરૂ કર્યું, ત્યારે ભગવાનએ પ્રેરણા આપી અને વેદ વ્યાસજીને મદદ કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી આવ્યા. વેદ વ્યાસ જીએ ગણેશજીનું સન્માન કર્યું અને તેમને આસન પર સ્થાપિત કર્યા. જેમ આજે લોકો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ તેમના ઘરે લાવે છે અને તેમને સ્થારિત કરે છે. વેદ વ્યાસ જીએ આ દિવસે મહાભારતની રચના કરી. વેદ વ્યાસજી બોલતા હતા અને ગણેશજી તેને લખતા હતા. સતત દસ દિવસ સુધી લખ્યા પછી અનંત ચતુર્દશીના દિવસે લખાણ પૂર્ણ થયું. આ સમયે દરમિયાન ગણેશજીમાં આઠ-સાત્વિક ભાવનાનો આવેગ હતો, જેના કારણે તેમનું આખું શરીર ગરમ થઈ ગયું. ગણેશજીના શરીરની ગરમીને શાંત કરવા માટે વેદ વ્યાસજીએ તેમના શરીર પર ભીની માટી લગાવી. આ પછી તેમણે જળાશયમાં ગણેશજીને લઈ જઈ સ્નાન કરાવ્યું, જેને વિસર્જન નામ આપવામાં આવ્યું.

image soucre

વર્ષો પહેલા બાલ ગંગાધર તિલકજીએ ગણેશ મહોત્વસની શરૂઆત એક સારા હેતુથી કરી હતી પરંતુ તેમને પણ ખબર નહોતી કે ભવિષ્ય તહેવાર ઉજવવાની રીત અને કારણ જાણ્યા વિના તેની ઉજવણી થવા લાગશે.ગણેશજીને ઘરે લાવવા ખૂબ જ સારું કામ છે, પરંતુ વિસર્જનના દિવસે તેમની મૂર્તિને જે નુકસાન થાય છે તે અસહ્ય બની જાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે જ્યારે લોકોને આકર્ષવા માટે ડીજે પર ફિલ્મ ગીતો વગાડે છે અને ડાન્સ કરે છે. વિચાર કરીને અને તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે શું આ ગણેશ ચતુર્થીનો કે અનંત ચતુર્દશીનો હેતુ છે ? શું આ ગણેશજી માટે આદર છે ?

image socure

આ પછી વિસર્જનના દિવસે ખૂબ જ અભદ્ર રીતે મૂર્તિની તોડફોડ કરવામાં આવે છે. ગણેશનું કદ માત્ર અંગૂઠાની સમાન હોવું જોઈએ, શાસ્ત્રોમાં આનાથી મોટી મૂર્તિ અથવા અન્ય સામગ્રીથી બનેલી મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ, ચોકલેટથી બનેલી, રાસાયણિક પેઇન્ટથી બનેલી ગણેશજીનું મૂર્તિનું વિસર્જન પર્યાવરણ, જળાશય, જળચર જીવસૃષ્ટિ, જમીન, હવા, માટી વગેરેને નુકસાન પહોંચાડે છે. આવી રીતે ગણેશ વિસર્જન કરવાથી કોઈને લાભ થવાનો નથી.

image socure

સમજૂતી- આ પોસ્ટ જાગૃતિ ફેલાવવાના હેતુથી શેર કરવામાં આવી છે. સંમત થવું કે નહીં તે તમારો નિર્ણય છે. એકમાત્ર વસ્તુ એ છે કે આપણે તે માન્યતાઓ અપનાવવી પડશે જેથી સનાતન સંસ્કૃતિની સાચી છબી સમગ્ર વિશ્વમાં ફેલાય.