વિશ્વના 10 સૌથી ખુબસુરત અને સસ્તા દેશ, જ્યાં જઈને ભારતીયો બની જાય છે કરોડપતિ

આપણા ભારતીય લોકોનું હંમેશાં એક સ્વપ્ન હોય છે કે જીવનમાં એકવાર તો વિદેશની મુલાકાત લેવી જ જોઇએ, પછી ભલે તે પત્ની સાથેનુ હનીમૂન હોય અથવા બાળકો સાથે રજાનો કાર્યક્રમ. પરંતુ પૈસા તંગી કહો કેબચતનો અભાવ કહો, આપણે બધા વિદેશ જવાથી અચકાઈએ છીએ કારણ કે ત્યાં જવા વિશે વિચાર કરવો એ એક વાત છે અને ત્યાંનો ખર્ચો ઉઠાવવો બીજી.

આપણે બધા જાણીએ છીએ કે વિદેશી દેશો ખૂબ મોંઘા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જેમના રૂપિયા ભારતીય ચલણ કરતા ઘણા ઓછા છે. ભારતીય રૂપિયાની તુલનામાં આ દેશોનું ચલણ ઓછું છે કે અહીં જઈને તમને કરોડપતિની લાગણી થશે.

આજે અમે તમને વિશ્વના કેટલાક એવા સુંદર અને સસ્તા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ચલણ દર ભારત કરતા ઘણા ઓછા છે કે જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ સ્થાનોની મુલાકાત લેવા અને તેમની રજાઓ ગાળવા માટે વિશ્વભરના લોકો આવે છે. આ સૌથી સુંદર અને સસ્તા દેશ ન માત્ર સસ્તા છે પરંતુ વિશ્વના સૌથી અદભૂત પર્યટન સ્થળોમાના એક છે.

image source

સૌથી સુંદર અને સસ્તા દેશો

1 – શ્રીલંકા

શ્રીલંકા આપણો પડોશી દેશ છે અને ચલણની દ્રષ્ટિએ ભારતનો એક રૂપિયો અહીંના શ્રીલંકાના 2 રૂપિયા જેટલો છે. તેનો અર્થ બરાબર ડબલ. અહીં જઈને તમારા બધા પૈસા બમણા થઈ જશે.

2 – હંગેરી

image source

હંગેરીમાં એક ભારતીય રૂપિયાની કિંમત 4 હંગેરિયન ફોરિન્ટ છે. અહીં જઈને, તમારા પૈસા ચાર ગણા વધી જશે.

3 – ઝિમ્બાબ્વે

અહીં તમને એક ભારતીય રૂપિયામાં 6 ઝિમ્બાબ્વે ડોલર મળશે. એટલે કે, પ્રત્યેક રૂપિયો અહીં જઈને છ ગણો થઈ જશે.

4- કોસ્ટા રિકા

image source

કોસ્ટા રિકામાં ભારતીય રૂપિયાની કિંમત 8 કોલોંસ છે. તમે અહીં ઠંડી હવા સાથે એક સુંદર વોલ્કેનિક પહાડોથી છવાયેલ સુંદર દ્રશ્ય જોવા મળશે.

5 – મંગોલિયા

આ દેશમાં તમારા રૂપિયાની કિંમત 30 ગણી વધી જશે. એટલે કે, અહીં જઇને, તમારો એક ભારતીય રૂપિયો 30 તુગરીક થઈ જશે.

6 – કંબોડિયા

image source

કંબોડિયામાં, ભારતીય રૂપિયાની કિંમત 63 કંબોડિયન રેલ્સ હોઈ છે. અહીં તમે અમીરોની જેમ ખર્ચ કરવામાં અને અહીંના જૂના કિલ્લાઓનો આનંદ માણી શકો છો.

7 – પેરાગ્વે

આ દેશમાં, એક ભારતીય રૂપિયાની કિંમત 88 પેરાગ્વેયન ગુએરાની થાય છે. આ સ્થાન ખૂબ જ સુંદર ધોધથી ભરેલું છે.

8- ઇન્ડોનેશિયા

image source

ઇન્ડોનેશિયામાં એક ભારતીય રૂપિયાની કિંમત 206 ઇન્ડોનેશિયન રૂપિયા છે, એટલે કે અહીં તમારા 1 લાખ રૂપિયાની કિંમત 2 કરોડ 60 હજાર રૂપિયા હશે.

9 – બેલારુસ

image source

બેલારુસ જેવા સુંદર દેશનો કરેન્સી કેટ પણ ભારત કરતા ઓછો છે અને અહીં તમારો 1 રૂપિયો 216 રુબેલ્સ બરાબર છે.

10 – વિયેતનામ

image source

વિયેતનામમાં, એક ભારતીય રૂપિયાની કિંમત 350 વિયેટનામેસ ડોંગ છે. એટલે કે અહીં જઈને તમારા 1 લાખ રૂપિયા 3 કરોડ 50 લાખ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!