ગાયોને સંભાળી ડેરી ફાર્મ થકી વર્ષે 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે છે આ મહિલા

દર વર્ષે પ્રથમ જૂને વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને દૂધના વિષય સાથે સંકળાયેલી એક સક્સેસ સ્ટોરી વિશે જણાવવાના છીએ જેને જાણ્યા બાદ તમારામાં પણ ઉત્સાહ અને પ્રેરણાનો ધોધ વહેશે. આ સ્ટોરી છે એક એવી વહુની કે જેની સાસુનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ વહુએ કેમિકલ ફ્રી દૂધ પૂરું પાડવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં પોતાના પતિની મદદથી આ વહુએ 6 ગામમાંથી સહયોગ મેળવી ડેરી ફાર્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. અને હવે અહીંથી દરરોજનું 1000 લીટર દૂધ શહેરના અનેક વિસ્તારોમાં પહોંચતું કરવામાં આવે છે. અને આ ઉદ્યોગમાં તેઓ 5 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરી જાણે છે.

image soucre

રાજસ્થાનની આ વહુનું નામ પલ્લવી વ્યાસ છે અને તેના લગ્ન સંજય વ્યાસ સાથે થયા હતા. લગ્ન બાદ પલ્લવી ઇન્દોરમાં રહેવા લાગી હતી. અને તેના જીવનમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક જ તેમના સાસુ શાંતો ને કેન્સર હોવાનું બહાર આવ્યું. એક વર્ષ સુધી ઈલાજ કરાવ્યા બાદ પણ તેમની સારવાર કારગર ન નીવડી અને સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઈ ગયું.

image soucre

સાસુનું કેન્સરમાં અવસાન થયા બાદ જ્યારે તેની બીમારી કયા કારણોસર થઈ તેની તપાસ જ્યારે વહુએ શરૂ કરી તો જાણવા મળ્યું કે તેના માટે ઘણા અંશે કેમિકલ અને પેસ્ટીસાઈડ જવાબદાર છે. ત્યારબાદ પલ્લવી અને તેના પતિ સંજય વ્યાસએ નિર્ણય કર્યો કે તેઓ પોતે ઓર્ગેનિક ચીજોનો ઉપયોગ કરશે. સાથે જ તેઓએ ડેરી ફાર્મ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને 2016 માં તેઓએ ડેરી ફાર્મ ખોલ્યું પણ ખરું.

image soucre

શરૂઆતમાં 6 ગાય લઈને ગૌશાળા શરૂ કરી હતી ને ત્યારબાદ ધીમે ધીમે ધંધો વિકાસ પામવા લાગ્યો અને આજે તેની ગૌશાળામાં લગભગ 200 જેટલી ગાયો છે. ખાસ વાત તો એ છે કે ગાયોને આપવામાં આવતો ચારો પણ તેઓ જમીન પર ઉગાવવા લાગ્યા જેથી ગાયના શરીરમાં પણ કોઈ રસાયણ ન જાય.

image soucre

પલ્લવીએ પોતાના ડેરી ફાર્મ એટલે કે ગૌશાળાનું નામ તેની સાસુના નામ પર ” શાંતા ” રાખ્યું. તેઓએ ગૌશાળામાં અત્યાધુનિક મશીનો પણ લગાવ્યા. જ્યાં દૂધ ઉત્પાદનથી લઈને તેને બોટલમાં પેક કરવા સુધીનું કામકાજ રોબોટિક મશીનરી કરે છે.

image soucre

મીડિયા અહેવાલો પ્રમાણે પલ્લવી વ્યાસના આ ડેરી ફાર્મ પર રોજનું 800 થી 1000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધને કાંચની બોટલોમાં પેક કરી ઇન્દોર શહેર વાસીઓને સપ્લાય કરવામાં આવે છે. ગીર ગાયોનું શુદ્ધ ઓર્ગેનિક દૂધ 90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેંચાય છે. પલ્લવીના આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડ રૂપિયા કરતા વધુ થાય છે.