ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO માં આ જગ્યા ભરવા માટે મંગાવવામાં આવી અરજીઓ

જે રીતે અમેરિકાની NASA વૈશ્વિક સ્તરની અવકાશ સંશોધન કરતી સંસ્થા છે એ મુજબ આપણી ભારતની ISRO પણ આ ક્ષેત્રમાં અવનવા સંશોધનો કરવા માટેની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. જો તમે આ સંસ્થા સાથે જોડાવાનો અલભ્ય લાભ લેવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલ તમારા માટે બહુ કામનો છે.

image soucre

ISRO ના લિકવિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર એટલે કે LPSC એ 10 મુ ધોરણ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે વેકેન્સી કાઢી છે. આ વેકેન્સી અંતર્ગત લાઈટ વહિકલ ડ્રાઇવર, કુકઝ ફાયરમેન અને અન્ય પદની જગ્યા ભરવા માટે ભરતી કરવા સારું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

image soucre

ISRO એ ઉપર જણાવ્યા એ મુજબના પદ એટલે કે લાઈટ વહિકલ ડ્રાઇવર, કુકઝ ફાયરમેન અને અન્ય પદની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડી છે એ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની લાયકાત વિશે વાત કરીએ તો નોટિફિકેશન મુજબ SSLC /SSC / મેટ્રિક (10 મુ ધોરણ પાસ) હોવું જરૂરી છે. એ સિવાય ભારે વાહન ચાલકના 2 પદ, લાઈટ વાહન ચાલકના 2 પદ, કુક માટે 1 જગ્યા અને ફાયરમેન માટેની 2 જગ્યા તેમજ કેટરિંગ અટેનડેન્ટની 1 જગ્યાને આ ભરતી પ્રક્રિયા દ્વારા ભરવામાં આવશે.

અરજી કરનાર ઉમેદવારને અનુભવ હોવો જરૂરી

image soucre

હેવી વાહન ચાલક માટેની જગ્યા અર્થે અરજી કરનાર ઉમેદવારને ગાડી ચલાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે લાઈટ વાહન એટલે કે હલકા વાહન ચાલકની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પાસે 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એ સિવાય કુક એટલે કે રસોયાની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈ સારી હોટલ કે કેન્ટીનમાં 5 વર્ષ સુધી કામ કર્યું હોવાનો અનુભવ હોવો જરૂરી છે.

અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા

image soucre

ઉપર વાત કરી તે મુજબના ISRO ના પદ માટે અરજી કરનાર ઉમેદવાર પૈકી ભારે વાહન ચાલકની જગ્યા અને હલકા વાહન ચાલકની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 35 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જ્યારે ફાયરમેન અને કેટરિંગ અટેનડેન્ટની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉપરી વય 06 સપ્ટેમ્બર 2021 સુધી 25 વર્ષથી ઓછી હોવી જોઈએ.

કેટલો હશે પગાર ?

ઉપરોક્ત જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો પૈકી પસંદગી પામેલા ઉમેદવારોને 18000 રૂપિયા પ્રતિ મહિનાથી લઈને 63200 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. આ વેતન પેકેજ પદ મુજબ અલગ અલગ હોય શકે.

ક્યાં સુધી કરી શકાય છે અરજી ?

image soucre

ઉપરોક્ત જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 06.સપ્ટેમ્બર 2021 સુધીમાં ઇસરો પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર એટલે કે LPSC https://www.lpsc.gov.in/ ની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે.

એ સિવાય અરજી કરનાર નોટિફિકેશન ચેક કરવા માટે આ લિંક https://www.lpsc.gov.in/noticeresult.html#Demo2 પર ક્લિક કરીને માહિતી મેળવી શકે છે.