ગર્ભાવસ્થા દરમિયાન અહીં જણાવેલા પીણાંના સેવનથી બચવું જોઈએ આ તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ પોતાની કાળજી લેવાની વધુ જરૂર પડે છે.કારણ કે આ સમય એવો હોય છે જયારે તેમના પર બે જીવની જવાબદારી હોય છે એક તો પોતે અને બીજું એમના ગર્ભમાં રહેલું બાળક.જો આ સમય પર તમે થોડી પણ ભૂલ કરો છો તો તે ભૂલ તમારા જીવન માટે અફસોસનું કારણ બની શકે છે.આજે અમે તમને ગર્ભાવસ્થા સમયે મુખ્ય કાળજી રાખવા વિશે જણાવીશું.

image source

અહીં જણાવેલી ટિપ્સ ગર્ભાવસ્થા દરમિયાન તમને ઘણી કામ આવશે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ દૂધ,ફળોના જ્યુસ અને મિલ્ક શેક વગેરે પી શકે છે પરંતુ તેઓએ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારના સોડા,કોલ્ડ ડ્રિંક,એનર્જી ડ્રિંક અને કેફીન પીણું ન પીવું જોઈએ. ગર્ભાવસ્થામાં કેટલાક પીણાં ટાળવાની જરૂર છે,જે બાળકના જીવનને જોખમમાં મુકી શકે છે આજે અમે તમને જણાવીશું કે કયું પીણું બાળક માટે જોખમી હોઈ શકે છે.

ગ્રીન ટી

image source

અત્યારના સમયમાં બધા લોકો હેલ્દી રહેવા માટે ગ્રીન ટીનુ સેવન કરે છે.ગ્રીન ટી તમને હેલ્દી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે.પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ગ્રીન ટીના સેવનથી બચવું જોઈએ.કારણ કે ગ્રીન ટીમાં ગ્રીન ટીમાં કેફીન મળી આવે છે જે બાળક માટે હાનિકારક હોઈ શકે છે અને તે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પોહચાડી શકે છે.તેથી ગર્ભાવસ્થા દરમિયાન ગ્રીન ટીથી દૂર રેહવું જ તમારા માટે યોગ્ય છે.

ઘાસનું જ્યુસ

image source

ગર્ભાવસ્થામાં ઘાસનું જ્યુસ ન પીવું જોઈએ કારણ કે તેમાં ઘણા બધા સૂક્ષ્મજીવાણુઓ હોય છે જે તમારા બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.તેથી આ જ્યુસ તાજું પણ ન પીવું જોઈએ.

ડાયટ સોડા

image source

ડાયેટ સોડામાં કેફીન સાથે વધારાની ખાંડ પણ હોય છે,તેથી તેનું સેવન બાળક અને માતા બનેના સ્વાસ્થ્ય માટે સારું નથી.તેથી ડાયટ સોદાથી બચવું જરૂરી છે.

કોફી

image source

લોકો ચાને ભૂલીને કોફી માટે વધુ ઉત્સાહિત બન્યા છે,પરંતુ કોફીનું સેવન દરેક લોકો માટે નુકસાનકારક છે,તો વિચારો ગર્ભાવસ્થામાં કોફીના સેવનથી કેટલું નુકસાન થતું હશે ? કોફીના વધુ પડતા સેવનથી તણાવ થાય છે અને પુરી ઊંઘ નથી આવતી,જે બાળક અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.તેથી ગર્ભાવસ્થાના સમયમાં કોફીથી દૂર રેહવું જ યોગ્ય છે.

ફ્રિજમાં રાખેલા ઠંડા પીણાં અને કોલ્ડ ડ્રીંક્સથી બચવું

ફેઈઝના પીણાં અને કાર્બોરેટેડ પીણાંમાં પોષણ ઓછું હોય છ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે.તેથી આ પીણાં ઓછા પ્રમાણમાં પીવા જોઈએ.દરરોજ આ પીણાંનું સેવન કરવાથહી ખુબ જ નુકસાન થઈ શકે છે.

બહાર મળતા ઠંડા પીણામાં કેફીન વધુ પ્રમાણમાં હોય છે જે પ્લેસેન્ટા દ્વારા બાળક સુધી પહોંચી શકે છે.કેફીન ચેતાતંત્ર અને એડ્રેનલ ગ્રંથિને અસર કરે છે અને લગભગ 11 કલાક રુધિરાભિસરણ તંત્રમાં રહે છે.તેથી તે શિશુને પણ અસર કરે છે.

image source

એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ જે ખાસ કરીને વધુ ખાંડવાળા પીણાંનું સેવન કરે છે,તેઓને દરેક પ્રશ્નોના નિરાકરણ અને વસ્તુઓ યાદ રાખવાની માનસિક ક્ષમતા ઓછી થાય છે અને આ પીણાં ગર્ભમાં રહેલા બાળકો પર પણ અસર કરે છે,જેથી બાળકોનો વિકાસ બીજા બાળકો કરતા મોડો થાય છે અને 7 વર્ષની ઉંમરે જ બાળકની વિચારસરણી અટકી જાય છે.તેથી ગર્ભાવસ્થા દરમિયાન બહાર મળતા પીણાંનું સેવન કરવું એ ખુબ જ નુકસાનકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત