કિંમતી ઘડિયાળના શોખીન છે આ અભિનેતાઓ, શાહરુખ થી લઈને સૈફનું નામ પણ સામેલ છે લિસ્ટમાં

બોલીવુડમાં એકટર એક્ટ્રેસ એમની સ્ટાઇલ અને લુકને લઈને ખૂબ જ ધ્યાન આપે છે. કપડાથી લઈને શૂઝ, ચશ્મા, એસેસરીઝ સિવાય ઘડિયાળનો પણ સેલિબ્રિટીઝને શોખ હોય છે. શુ તમે જાણો છો કે જે ઘડિયાળ બોલિવુડના એકટર પહેરે છે એ ઘણી મોંઘી અને ખાસ હોય છે. આ ઘડિયાળની કિંમત જાણીને તમે ચોંકી જશો કારણ કે તમે વિચારો એના કરતાં ઘણી વધારે મોંઘી છે આ ઘડિયાળ. તો ચાલો જાણી લઈએ એ પાંચ સ્ટાર્સ વિશે જેમની પાસે મોંઘી ઘડિયાળનું જબરદસ્ત કલેક્શન છે. આ ઘડિયાળની કિંમત તમારા ઘર કરતા પણ વધુ હશે.

શાહરુખ ખાન

image source

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન રોલેક્સ ઘડિયાળના ખૂબ જ શોખીન છે. એમની પાસે રોલેક્સની ત્રણ મોંઘી અલ્ટ્રા પ્રીમિયમ ઘડિયાળનું કલેક્શન છે. એમની પાસે રોલેક્સ ડેટોના 116520ની બે ઘડિયાળ છે. બન્નેનો રંગ ગ્રે છે. પણ બંનેના ડાયલનો રંગ અલગ છે. આ એક ઘડિયાળની કિંમત 8.51 લાખ રૂપિયા છે. આ 2 દશક જૂની ખૂબ જ દુર્લભ ઘડિયાળ છે. આજના સમયમાં આ બન્નેનો ભાવ ડબલ કરતા પણ વધુ છે. જ્યારે શાહરુખ પાસે ત્રીજી ઘડિયાળ રોલેક્સ કોસ્મોગ્રાફ ડેટોના છે આ ઘડિયાળની કિંમત 10.69 લાખ રૂપિયા છે.

આમિર ખાન.

image source

આમિર ખાન પાસે દુનિયાની સૌથી મોંઘી અને સ્પેશિયલ ઘડિયાળમાંથી એક છે. એનું નામ Vacheron Constantin ઓવરસીઝ વર્લ્ડ ટાઈમ છે. સિલ્વર અને ભૂરા રંગની આ ઘડિયાળ 37 અલગ અલગ ટાઈમ જોન બતાવે છે. એની કિંમત 27.80 લાખ રૂપિયા છે.

સૈફ અલી ખાન.

image source

નવાબ પરિવાર સાથે જોડાયેલા સૈફ અલી ખાનને પણ મોંઘી ઘડિયાળનો શોખ છે. એમની પાસે Lange & Söhne Lange અને Grande Lange 1 ‘Luminous’ વ્હાઇટ ગોલ્ડ ઘડિયાળ છે. આ ઘડિયાળની કિંમત 24.93 લાખ અને 14.40 લાખ રૂપિયા છે

રણવીર સિંહ.

image source

પોતાના અતરંગી ફેશન સેન્સ માટે જાણીતા રણવીર સિંહ પાસે Frank Müller V45 વેનગાર્ડ યાચિંગ રોઝ ગોલ્ડ અને ડાયમંડ ઘડિયાળ છે. આ ઘડિયાળની કિંમત 40 લાખ રૂપિયા છે.

રણબીર કપૂર.

image source

કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂર પાસે 3 મોંઘી ઘડિયાળનું કલેક્શન છે. પહેલી ઘડિયાળ Audemars Piguet Roya છે જેની કિંમત 14 લાખ રૂપિયા છે. જ્યારે બીજી Ressence Type 1 ઘડિયાળ છે જેની કિંમત 14.18 લાખ રૂપિયા છે. એમનો પાસે ત્રીજી ઘડિયાળનું નામ રિચર્ડ મિલે RM 028 ઓટોમેટિક રોઝ ગોલ્ડ ડાઈવર છે. આ ઘડિયાળની કિંમત 1.12 કરોડ રૂપિયા છે.

આદિત્ય રોય કપૂર.

image source

ગુજરીશ, જવાની દિવાની, ફિતુર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આદિત્ય રોય કપૂર પાસે પણ રિચર્ડ મિલે RM 028 ઓટોમેટિક રોઝ ગોલ્ડ ડાઈવર ઘડિયાળ છે.આ ઘડિયાળની કિંમત 1.12 કરોડ રૂપિયા છે.