આ સ્માર્ટફોનને હેકરો પણ નહીં કરી શકે હેક, જર્મનીમાં બન્યો વિશ્વનો સૌથી સલામત સ્માર્ટફોન

જર્મનીની એક IT સિક્યુરિટી ફર્મએ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેના વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વિશ્વનો સૌથી સલામત સ્માર્ટફોન છે. લોકોની પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે કંપનીએ ફોનમાં માઇક્રોફોન પણ નથી ફિટ કર્યું.

image source

એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સિક્યુરિટીની દ્રષ્ટિએ ઓછો સલામત ડિવાઇસ માનવામાં આવે છે. કારણકે સ્માર્ટફોનને હેક કરવા સરળ હોય છે. અને સામાન્ય રીતે ઘણા ખરા લોકો સાયબર ક્રાઇમનો ભોગ પણ બનતા હોય છે. પરંતુ હવે આધુનિક ટેક્નોલોજીના કારણે આવા બનાવોમાં અંકુશ આવી શકે છે. કારણ કે જર્મનીની એક it સિક્યુરિટી કંપનીએ તાજેતરમાં જ પોતાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જેના વિશે એવું કહેવાય છે કે તે વિશ્વનો સૌથી સુરક્ષિત સ્માર્ટફોન છે.

ફોનને નહિ કરી શકાય ટ્રેક

image soucre

Nitrokey કંપનીએ સ્માર્ટફોનના બજારમાં પોતાનું નામ લોકપ્રિય બનાવવા માટે પોતાનું પ્રથમ પગલું આગળ વધાર્યું છે. કંપનીએ પોતાનો પ્રથમ સ્માર્ટફોન Nitrokey 1 લોન્ચ કરતા એવો દાવો કર્યો હતો કે તેનો આ સ્માર્ટફોન વિશ્વનો સૌથી સલામત સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી, પ્રાઇવસી અને સિમ્પલ યુઝર એક્સપિરિયન્સ ની સાથે modern હાર્ડવેર આપવામાં આવ્યું છે. તેમાં google ના હાઈ ક્વોલિટી pixel 4A અને Graphene ઓએસ પર આધારિત છે. જેમાં પ્રાઈવેટ અને સિક્યોર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફોનમાં નથી માઇક્રોફોન

image source

તેનો મતલબ સ્પષ્ટ છે કે આ ફોનમાં ગૂગલ સર્વિસનો સપોર્ટ નહીં મળે. ફોનમાં બહુ ઓછી એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ આપવામાં આવે છે. જો કે તમે ઈચ્છો તો તમારી જરૂરિયાત મુજબ વધુ ઍપ્લિકેશનો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ફોન ખાસ એ લોકો માટે છે જેના પર્સનલ ડેટા ને લઈને તેઓ સતત ચિંતિત રહે છે. આ ફોનના એપ્સ ડિવાઇસ ના IMEI અને સીરીયલ નંબર, સીમકાર્ડ સીરીયલ નંબર, સબ્સ્ક્રાઇબર, id, મેક એડ્રેસ જેવી માહિતી એક્સેસ નથી કરી શકાતી. ફોનની સિક્યુરિટી વધારવા માટે ડિવાઇસ માંથી માઇક્રોફોન પણ હટાવી દેવામાં આવ્યું છે. જેથી તમારી મરજી વિના કોઈ પણ તમારી વાતચીત સાંભળી ન શકે. ફોન પર વાત કરવા માટે તમે એર ફોન કનેક્ટ કરી શકો છો.

ફોનની કિંમત કેટલી હશે ?

image soucre

ફોનના અન્ય ફીચર્સને pixel 4A જેવા જ રાખવામાં આવ્યા છે. તેમાં 5.81 ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે ફોનમાં 6gb રેમ અને 128gb storage મળે છે. તેમાં 12.2 મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનને કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. લોન્ચિંગ સમયે આ શાનદાર સ્માર્ટફોનની કિંમત 630 યુરો એટલે કે લગભગ 55 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ નિષ્ણાંતો ના મત મુજબ થોડા સમય પછી આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થઈ જશે. તમે સ્માર્ટફોનને કંપનીની વેબસાઈટ https://www.nitrokey.com/ પર જઈને તેની નવી કિંમત મુજબ ખરીદી શકો છો.