ઘરનો પાયો ખોદતી વખતે અને ભૂમિ પૂજન વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ઘર હોય કે ઓફીસ એના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ હોય છે. ઘરમાં દરેક વસ્તુનું નિર્માણ કરવાની સાચી જગ્યા અને દિશાની સાથે વાસ્તુના બધા જ નિયમોને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. વાસ્તુને ધ્યાનમાં રાખીને બનાવેલું ભવન વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. તો વાસ્તુના નિયમોને અવગણના તમારા જીવનની તકલીફો વધારી શકે છે. ઘર નિર્માણના સમયે સૌથી પહેલું કામ પાયો ખોદવાનું કરવામાં આવે છે. પાયા પર ક આખું ઘર ટકેલું હોય છે એટલે પાયો ખોદવાથી લઈને ભરવા અને પૂજન કરવા સંબંધિત વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. તો ચાલો જાણી લઈએ પાયો ભરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરનો પાયો ભરાવવા માટે આ માસ અને સમય રહે છે શુભ.

image source

હિન્દૂ ચંદ્રમાસ અનુસાર વૈશાખ, શ્રાવણ, કારતક, માગશર અને ફાગણ વગેરે મહિનામાં જ ઘરનું કામ શરૂ કરવું શુભ રહે છે. અન્ય મહિનાઓમાં ઘર બનવાની શરૂઆતથી બચવું જોઈએ.ભૂમિ પૂજન અને ભવન નિર્માણ સમયે ધ્રુવ તારાનું ધ્યાન રાખવું જોઈએ. સંધ્યા કાળ અને મધ્ય રાત્રીએ ક્યારેય ઘરનો પાયો ન રાખવો જોઈએ. એ સિવાય ઘરના પાયાની ઈંટ, પથ્થર અને લાકડું વગેરે જે પણ સામાન ઉપયોગમાં લેવાનો હોય એ નવો હોવો જોઈએ.

આ દિશામાં કરો પાયો ખોદવાની શરૂઆત.

image source

ઘરનો પાયો ખોદવાની શરૂઆત સૌથી પહેલા ઈશાન ખૂણાથી કરો અને એ પછી અગ્નિ ખૂણાને ખોદવાનું શરૂ કરો. એ પછી વાયવ્ય ખૂણો અને પછી નૈઋત્ય ખૂણામાં ખોદો. આવી રીતે પાયો ખોદયા પછી પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ક્રમવાર ખોદો. આ દિશામાંથી કરો પાયો ભરવાની શરૂઆત.

સૌપ્રથમ નૈઋત્ય ખૂણાનો પાયો ભરો એ પછી ક્રમાનુસર વાયવ્ય, અગ્નિ અને ઈશાન ખૂણાના પાયા ભરો.

image source

ઘરમાં પાયો ખોદતા પહેલા આ નિયમોનું રાખો ધ્યાન.

ઘરનો પાયો ખોદતી વખતે અને ભૂમિ પૂજન માટે રવિ પુષ્પ યોગ કે પછી યોગ્ય શુભ મુહૂર્ત અને દિવસને ધ્યાનમાં રાખવો જોઈએ.

image source

પાયામાં એક ચાંદીના નાગ નાગીનની જોડી અવશ્ય મુકવી જોઈએ. માન્યતા છે કે પૃથ્વીલોક નીચે પાતાળ લોક છે જેના સ્વામી નાગ છે એટલે ભૂમિ પૂજનમાં ચાંદીના નાગ નાગીન મુકવામાં આવે છે.

ભૂમિ પૂજન કરાવતી વખતે દૂધ, દહીં અને ઘીનો ઉપયોગ અવશ્ય કરો.

જો ભુમીનું ખોદાણ કરતી વખતે રાખ, કોલસો, હાડકા જેવી વસ્તુઓ નીકળે તો એવી જગ્યા પર ઘર બનાવવું કષ્ટપ્રદ હોય છે. આવી ભૂમિ પર બનેલા ઘરમાં રહેનાર લોકો રોગથી ઘેરાયેલા રહે છે. આવી જમીન પર ઘર ન બનાવવું જોઇએ. જો શક્ય ન હોય તો કોઈ યોગ્ય જ્યોતિષ, પુરોહિત વગેરે પાસે અનુષ્ઠાન અને ઉપાય કરાવ્યા પછી જ પાયો ભરવો જોઈએ.

image source

જો તમારા ઘરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી છે અને ગર્ભાવસ્થાનું છેલ્લો સમય ચાલી રહ્યો હોય તો એવા સમયે પાયા ખોદવાનું થોડા સમય માટે ટાળી દેવું જોઈએ. એવી જ રીતે જો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર હોય તો પણ પાયા ખોદવાની શરૂઆત ન કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ