ભારતમાં ઓનલાઇન શાકભાજી અને ફળ મંગાવવા માટે લોકપ્રિય છે આ એપ્લિકેશન્સ, અનેક મોટા શહેરોમાં આપે છે સર્વિસ

આપણે સૌ જાણીએ છીએ કે અમુક વર્ષો પહેલા જ્યારે આપણને ઘરમાં કોઈ ચીજ વસ્તુની જરૂર પડતી તો તેને આપણે બજારમાં જઈને દુકાન કે સ્ટોલ પરથી ખરીદી લાવતા હતા. પરંતુ જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ આ વ્યવસ્થામાં પણ ફેરફાર આવતો ગયો. આજના સમયમાં મોટાભાગની ઘરવખરી અને ખાદ્યસામગ્રી ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકાય છે. અને તેનું ચલણ દિવસેને દિવસે વધુ ને વધુ લોકપ્રિય થઇ રહ્યું છે. લોકોને હવે સોય દોરો ખરીદવો હોય કે રેફ્રિજરેટર ખરીદવું હોય તે પહેલા ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જઈને તેના વિશેની માહિતી મેળવી લે છે. અને ત્યારબાદ જ નજીકના સ્ટોલ કે ડિલર પાસે જઈને ભાવ અને વસ્તુ વિશે જાણે છે. ત્યારે આજ ના આ આર્ટીકલમાં અમે આપને ગ્રોસરી અને house hold ચીજવસ્તુઓ ખરીદવા માટેની લોકપ્રિય એપ્લિકેશન વિશે જણાવી રહ્યા છીએ.

image source

BigBasket

BigBasket એક ઘણી લોકપ્રિય online grocery એપ્લિકેશન છે. આ એપ દેશના અનેક મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. આ એપ દ્વારા તમે અનેક કેટેગરી ની પ્રોડક્ટ ને ઓનલાઇન તમારા ઘર સુધી મંગાવી શકો છો. એટલું જ નહિ આ એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કરવાની પ્રોસેસ પણ ઘણી સરળ છે.

Grofers

image source

આ online grocery એપ્લિકેશન પણ બહુ ઝડપથી લોકપ્રિય થઈ છે. આ એપ્લિકેશનની સર્વિસ ભારતના અનેક મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા તમે તાજા ફળ અને શાકભાજીને ઘરબેઠા ઓર્ડર કરીને મંગાવી શકો છો. કંપનીના દાવા અનુસાર તેઓ ગ્રાહકોને બહુ ઓછા સમયમાં અને વ્યાજબી ભાવમાં ઉપરોક્ત સામાન તમારા ઘર સુધી પહોંચાડી દે છે.

Nature’s Basket

image source

Nature’s Basket માથી ગ્રાહકો grocery સીવાય ફ્રેશ મિટ પણ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકે છે. ગ્રહ કે આ એપ્લિકેશન દ્વારા કરેલા માલસામાનના ઓર્ડરને કંપની પ્રિફેરેબલ ટાઈમમાં પહોંચતો કરે છે. આ એપ્લિકેશન દ્વારા તમે ઓર્ડર કરેલા માલસામાનની સ્ટોર માંથી નીકળે તે પહેલાં તેને ચેન્જ પણ કરી શકો છો.

OnDoor

image source

OnDoor એક ઓનલાઇન સુપરમાર્કેટ છે. ત્યાંથી કસ્ટમર ગ્રોસરી, વેજીટેબલ એટલે કે શાકભાજી અને ફળો સરળતાથી ઓનલાઈન ઓર્ડર કરીને ઘર સુધી મંગાવી શકે છે. અહીં વેચાતા પ્રોડક્ટ એટલે કે ખાદ્યસામગ્રી ને વ્યાજબી કિંમતે વેચવામાં આવે છે. ભારતમાં અનેક મોટા શહેરોમાં આ કંપની સર્વિસ આપી રહી છે.

The Prime Pantry

The Prime Pantry વિશ્વ સ્તરની ઈ કોમર્સ કંપની એમેઝોનની ઓનલાઇન ગ્રોસરી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પર તમે ખરીદ કરવા ઇચ્છતા પ્રોડક્ટની સ્ટોર પર કમ્પેર પણ કરી શકો છો. amazon prime મેમ્બર્સ માટે આ એપ્લિકેશન પરથી grocery અને house hold માલ સામાન ખરીદવો વધુ સરળ છે.