ઘરમાં લક્ષ્મીની કૃપા કાયમ રાખવા માટે આજથી જ કરી લો આ ખાસ ઉપાયો
ઘરમાં રૂપિયાનું મહત્વ દરેક વ્યક્તિ સમજે છે. પણ જો તમે રૂપિયાની કિંમત કરો છો તો તે તમારા ઘરમાં કાયમ રહે છે. કેટલીક નાની વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે અને નાની ભૂલોને સુધારી લેવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. દિવસ ભર મહેનત કે મજૂરી કરીને રૂપિયા કમાવવાનું જેટલું અઘરું છે તેટલું જ અઘરું ઘરમાં આવેલા રૂપિયાને સાચવીને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું પણ છે. એવામાં જો તમે કેટલાક વાસ્તુ ઉપાયો જાણી લેશો તો તમારું કામ સરળ બની જાય છે. તો આજથી જ શરૂ કરી લો આ ખાસ ઉપાયો અને જાણી લો શું કરવાથી તમે પણ ઝડપથી તમારી આર્થિક સ્થિતિને સુધારી શકો છો.

ઘરની બારીઓમાં ક્રિસ્ટલના બોલ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે. આ બોલ પર જ્યારે સૂર્યના કિરણોનો પ્રકાશ પડે છે તો તે સુંદર ઈન્દ્રધનુષમાં ફેરવાઈ જાય છે. જેના કારણે ઘરમાં વૈભવ અને સમૃદ્ધિ આવવાના યોગ પણ બને છે.

ઘરમાં ધનને કાયમ રાખવા માટે ઈચ્છો છો તો ઘરને સાફ રાખો. ખાસ કરીને ઘરનું પ્રવેશદ્વાર સજાવીને રાખો. જો શક્ય હોય તો ઘરના મુખ્ય દરવાજાનો રંગ તેની આસપાસની દિવાલોથી અલગ રાખો. જેનાથી તેનું આકર્ષણ વધી જશે. આ નાનો પ્રયોગ કરવાથી ઘરની સુંદરતા તો વધે છે પણ સાથે માતા લક્ષ્મી પણ તમારા ઘરે મહેરબાન રહે છે.

ઘર કે ઓફિસમાં એક એવો અરીસો લગાવો જનાથી તમારા લોકર કે કેશ બોક્સને જોઈ શકાય. આ સંકેતાત્મક રીતે તમારા ધનને અનેક ગણું વધારવામાં મદદ કરે છે.

અનેક પ્રકારના પ્રયાસો બાદ પણ જો તમે ધનની ખામી અનુભવો છો તો તમારે ઘરની ડાબી બાજુના ખૂણામાં કોઈ ભારે કે ખાસ વસ્તુ રાખી લેવી. જો તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ છે તો તે પણ ધનને આકર્ષિત કરવામાં તમારી મદદ કરે છે. તેને ઘરની પૂર્વોત્તર દિશામાં રાખવાથી પણ મોટો ફાયદો મળે છે.

જ્યારે પણ તમે ઘર કે ઓફિસ માટે એક્વેરિયમ ખરીદો છો ત્યારે તમારે તેમાં ઓછામાં ઓછી 9 માછલીઓ હોય તેનું ધ્યાન રાખવું. તેમાં 8 ગોલ્ડ ફિશ અને 1 કાળી ફિશ હોવી જોઈએ. આ દરેક માછલીઓ જીવિત રહે, સુંદર અને સ્વસ્થ રહે તે પણ જરૂરી છે. તે સતત ગતિમાન રહે છે તો તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ સારી રહે છે.
તમારી ઓફિસ કે ઘરમાં એક બર્ડ ફીડર કે બર્ડ બાથ રાખો. તેનાથી વન્ય પ્રાણીઓ આકર્ષિત થશે. વન્ય પ્રાણી પોતાની સાથે સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરની દરેક દિશામાં સમૃદ્ધિને આકર્ષે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,