ઘરના પાયા ખોદાય ત્યારે તેમાં સાપ મુકીને જ કરવામાં આવે છે પૂજન, કારણ છે ખાસ

કોઈપણ વ્યક્તિ જ્યારે નવેસરથી પોતાનું ઘર બનાવવાની શરુઆત કરે છે તો સૌથી પહેલા ભૂમિપૂજન કરાવે છે. ભૂમિપૂજન કરવાનું ખાસ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યાનુસાર ઘર કે ઓફિસ બનાવતા પહેલા તે ભૂમિની પૂજા કરવી જ જોઈએ. આમ કરવાથી કામ વિના વિધ્ને પાર પડે છે અને સાથે જ તે સ્થાનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

image source

ભૂમિ પૂજન વિશેષ મંત્રોના જાપ અને ખાસ વિધિ સાથે કરવામાં આવે છે. આ વિધિમાં ખાસ હોય છે કે ભૂમિ પૂજન માટે જ્યારે પાયો ખોદવામાં આવે ત્યારે તેમાં ચાંદીનો નાનકડો સાપ અથવા તો કળશ મુકવામાં આવે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે. આ વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે. તેઓ જાણતા નથી કે ઘરના પાયામાં શા માટે સાપ મુકવામાં આવે છે.

image source

ભાગવતમાં નોંધવામાં આવ્યું છે કે પૃથ્વીની નીચે પાતાળ લોક આવેલો છે. આપણી પૃથ્વી સાપની ફેણ પર ટકેલી છે. પૃથ્વીની નીચેના લોક એટલે કે પાતાળ લોકના સ્વામી શેષનાગ છે. તેથી તેમના પ્રત્યે આદર દર્શાવવા અને તેમના પર કોઈપણ નવું નિર્માણ કરતાં પહેલા તેમની પૂજા કરી અને પાયામાં સાપ મુકવામાં આવે છે. જેથી ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે.

image source

આ પૂજા સાથે તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે જેમ તેમણે પૃથ્વીને કણની જેમ ધારણ કરી રાખી છે તેમ ઘરને પણ ધારણ કરે અને તેને સ્થિરતા આપે. શેષનાગ ક્ષીર સાગરમાં રહે છે તેથી તેમની પૂજા સમયે તેમનો દૂધ અને ઘી ઉમેરીને અભિષેક કરવામાં આવે છે તેમજ વિશેષ મંત્રોચાર કરવામાં આવે છે.

image source

આ સિવાય તેનું અન્ય એક કારણ પણ છે. દરેક ભગવાનને પણ સર્પ પ્રિય છે. ભગવાન શંકરે તેને ગળાનું આભૂષણ બનાવ્યું છે, ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજે છે. સાથે જ લક્ષ્મણ અને બલરામ શેષનાગના જ અવતાર હતા. તેવામાં તેમના આશીર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરનું ખરાબ નજરથી રક્ષણ પણ થાય છે.

image source

ભૂમિ પૂજન કરવાનું ધાર્મિક મહત્વ છે તેની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. ભૂમિ વંદના કરનાર વ્યક્તિ આ કાર્ય દરમિયાન જમીન સાથે જોડાય છે અને જે ભૂમિતત્વને વધારે મજબૂત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત