ગુગલ મેપ દ્વારા યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર,નવા ફીચરની મદદથી મળી જશે ટોલનાકાની માહિતી પણ

ગુગલ મેપ્સ હાલ એક લાજવાબ અપડેટ પર કામ કરી રહયું છે જે યુઝરને પોતાની ટ્રીપ સારી રીતે પ્લાન કરવામા મદદરૂપ થશે. રિપોર્ટ્સ અનુસાર મેપિંગ એપ હવે તમને એ પણ જણાવશે કે કયા રોડ પર ટોલ ટેક્સ છે અને ત્યાં તમારે ટોલ ટેક્સ રૂપે કેટલા રૂપિયા આપવા પડશે. આ માહિતી તમને એક ખરો નિર્ણય લેવા માટે સહાયક બનશે કે આગળ આવતા રોડ પરથી પસાર થવું કે અન્ય રોડ પરથી. આ ફીચર હાલ કથિત રીતે શરૂઆતી ચરણમાં છે અને તેના વિશે એ અંદાજ લગાવવો હાલ ઉતાવળ કહેવાશે કે આ ફીચર બધા દેશોમાં ક્યાં સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

image soucre

આવનારા ગૂગલ મેપ્સ ફીચર્સ યુઝર માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ગાડી લઈને યાત્રા માટે નીકળે છે ત્યારે તેઓને રસ્તામાં અનેક ટોલગેટ મળે છે અને તેમાં તેઓના ઘણા બધા રૂપિયા પણ ખર્ચાઈ જાય છે. ત્યારે ગૂગલ મેપ્સ હવે આગામી સમયમાં યુઝરને એ માહિતી આપવા સક્ષમ બની જશે કે તમારી યાત્રાના રસ્તામાં કેટલા ટોલગેટ આવશે અને તે ટોલગેટમાં તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ફિચર્સને કારણે યુઝર એ સરળતાથી નિર્ણય લઈ શકશે કે તેને આગળના રસ્તે જ ચાલવું છે કે અન્ય કોઈ રસ્તા પરથી જેથી તેઓ ટોલગેટ પર આપવાના પૈસા બચાવી શકે.

image source

જો કે આ ફીચર વિશે ગુગલ તરફથી હાલ કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. પરંતુ એન્ડ્રોઇડ પોલીસના અહેવાલમાં કહેવાયુ છે કે ગૂગલ મેપ્સ પ્રિવ્યુ પ્રોગ્રામ મેમ્બર્સને નેવિગેશન દ્વારા રસ્તામાં આવતા રોડ, પુલ, અને ટોલ ટેક્સ વિશે પૂરતી માહિતી આપશે. ગુગલ મેપ્સ પ્રિવ્યુ પ્રોગ્રામ મેમ્બર્સના એક સભ્યએ જણાવ્યું હતું કે ગૂગલ મેપ્સ રસ્તામાં આવતા બધા ટોલ ટેક્સની સાચી માહિતી આપે છે. તેમાં યુઝર્સ દ્વારા રોડની પસંદગી કરતા પહેલા યુઝરને આખો મેપ બતાવવામાં આવે છે.

શું છે વેજ મેપિંગ ફીચર ?

image source

આ વધુ એક વિશેષતા હોઈ શકે છે જેને ગૂગલ વેજ નામક મેપિંગ એપ દ્વારા લઈ શકે છે જેને 2013 માં મેળવી હતી. વેજ આવનારા અનુમાનીત ટોલ કિંમતોને પ્રદર્શિત કરે છે. ગુગલ દ્વારા આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કર્યાના ત્રણ વર્ષ પહેલા જ એપે અનુમાનીત ટોલ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. વેજ મેપિંગ ફીચર માત્ર ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીલીઝ કોલંબિયા, ડોમિનિકન રિપબ્લિક, લાતવીયા, ન્યુઝીલેન્ડ, પેરુ, પોલેન્ડ, પ્યુર્ટો રિકો, સ્લોવેનિયા, સ્પેન, ઉરુગવે અને અમેરિકામાં ઉપલબ્ધ છે.

image soucre

જો કે ગૂગલ આ ફીચરને કેવી રીતે લાગુ કરવાની યોજના ધરાવે છે તે હજુ સ્પષ્ટ નથી. રિપોર્ટ્સમાં એવું નથી કહેવામાં આવ્યું કે શું ગૂગલ આ ફીચર માત્ર યુ.એસ. માં જ શરૂ કરશે કે ભારતમાં પણ આ ફિચરને રજૂ કરવાની તેની યોજના છે.