ઓનલાઈન ટિકિટ બુકિંગમાં આવે છે સમસ્યા અને રૂપિયા રિફંડ મેળવવા છે તો આ છે ખાસ પ્રોસેસ, જાણો તમે પણ

ઓનલાઇન ટિકિટ નથી થઈ બુક, પરંતુ એકાઉન્ટ માંથી પૈસા કપાઈ ગયા, જાણીશું તેવા સમયે કેવી રીતે મળશે આપને રિફંડ.

ઓનલાઈન પેમેન્ટ ફેલ થઈ જવાથી આપને ગભરાવાની જરૂરિયાત છે નહીં કેમ કે, આ પૈસા આપના એકાઉન્ટમાં એક નિશ્ચિત સમય બાદ પાછા આવી જાય છે. પરંતુ આપનું આ જાણવું જરૂરી છે કે, પેમેન્ટ ફેલ થઈ જવાનું કારણ શું હોય છે અને રિફંડની પ્રક્રિયામાં આપનો શુ ભાગ હોય છે?

  • -IRCTC વેબસાઈટ પર એક સેકન્ડમાં હજારો ટિકિટ બુક થાય છે.
  • -કેટલીક વાર એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે, ટિકિટ બુક થતી નથી.
  • -ઓનલાઈન ટીકીટ બુકિંગ કરો ત્યારે પેમેંટ ફેલ થઈ જાય તો શું કરવું?

IRCTCની વેબસાઈટ દ્વારા ટીકીટ બુક કરતા સમયે ક્યારેક એવું પણ થાય છે કે, બેંક એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ ટીકીટ બુક થતી નથી. આવી પરિસ્થિતિમાં આપે શું કરવું જોઈએ. શું આપને રીફંડ મળશે, જો મળશે તો કેવી રીતે અને એમાં કેટલો સમય લાગશે?

IRCTC પર કેટલાક પેમેંટ વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

ઈન્ડીયન રેલ્વે કૈટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) મુસાફરો માટે એક ઓનલાઈન ટીકીટ બુકિંગ અને કેન્સલેશનનું પ્લેટફોર્મ છે, જ્યાં આપને ટીકીટ બુકિંગ અને તેના પેમેંટ માટે કેટલાક પ્રકારના વિકલ્પ મળે છે. ઉપભોક્તા પોતાની સુવિધા મુજબ, આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. ટીકીટ બુકિંગ અને પેમેંટ માટે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈ- વોલેટ, ડીજીટલ વોલેટનો ઉપયોગ કરી શકે છે.

કેટલીક વાર પેમેંટ નિષ્ફળ થઈ જાય છે.

કેટલીક વાર ઉપભોક્તા IRCTC e- ટીકીટ વેબસાઈટ પર બુકિંગ દરમિયાન મુશ્કેલી આવે છે, કેમ કે વેબસાઈટ પર દરેક સેકેંડ હજારોની સંખ્યામાં લોકો ટીકીટ બુક કરી રહ્યા હોય છે, જેના કારણે વેબસાઈટ પર લોડ ખુબ જ વધારે થઈ જાય છે, એનાથી કેટલીક વાર બુકિંગ થયા પછી જયારે પેમેંટ કરવાનો સમય આવે છે તો પેમેંટ નિષ્ફળ થઈ જાય છે, પૈસા તો એકાઉન્ટ માંથી કપાઈ જાય છે, પરંતુ ટીકીટ બુક થતી નથી.

આ એક ખુબ જ જટિલ સિસ્ટમ છે: IRCTC.

IRCTCનું એની પર કહેવું છે કે, IRCTC પર ઓનલાઈન પેમેંટમાં ગ્રાહકને ઈન્ટરનેટ બૈન્ડવિથ, બેંકસની IT પદ્ધતિ અને પેમેંટ ગેટ વેની વચ્ચે ટેકનિકલ અને ટેલીકોમ્યુનિકેશન નેટવર્કિંગ ઈંટીગ્રેશનનું જટિલ નેટવર્ક સામેલ છે અને આ કેટલાક પ્રકારના ઘટકોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર આધાર છે. આ જટિલ નેટવર્કમાં કોઈપણ નિષ્ફળતા કે પછી લેટ ટ્રાન્જ્ક્શન પૂરું થતા પહેલા પેમેંટ ફેલ થઈ જવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં એકાઉન્ટ માંથી પૈસા તો કપાઈ જાય છે પરંતુ ટીકીટ બુક થઈ શકતી નથી. આ આવી પરિસ્થિતિઓમાં થાય છે.

-જયારે પેમેંટ થઈ જાય, પરંતુ ટીકીટ બુક થાય નહી.

આવું ત્યારે થાય છે જયારે કોઈ મુસાફર બુકિંગ કરવા સમયે કોઈ બર્થ પસંદ કરે છે, પરંતુ બર્થની અનઅવેલેબલ હોવાના કારણે ટીકીટ બુક થઈ શકતી નથી. નેટવર્કના નિષ્ફળ થઈ જવું પણ એક કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં બીજા જ દિવસે ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા નાખી દેવામાં આવે છે જેનાથી બુકિંગ કરવામાં આવી છે, એમાં ૨- 3 કામકાજના દિવસનો સમય લાગે છે.

-જયારે પેમેંટ નિષ્ફળ થઈ જાય અને ટીકીટ બુક થાય નહી.

આવી પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જયારે IRCTCને એમાઉન્ટ મળતા પહેલા જ બેંક કે પછી પેમેંટ ગેટવેની સિસ્ટમ કે પછી નેટવર્ક નિષ્ફળ થઈ જાય છે. એમાઉન્ટ IRCTCના એકાઉન્ટમાં નથી પહોચતું અને બેન્કની પાસે જ પડી રહે છે. ત્યારે બેંક વેરીફીકેશન પછી પૈસા પાછા આપે છે.