ગુગલ પ્લે સ્ટોર પર યુવાનોને આતંકવાદ ફેલાવવા ઉશ્કેરે છે આ એપ, વાંચો આ લેખ અને જાણો…

ગૂગલ પ્લે સ્ટોર પાસે પાકિસ્તાન ના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી મોબાઇલ એપ્લિકેશન છે, જેને પ્લે સ્ટોર ની એજ્યુકેશનલ એપ્લિકેશનની કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ એપમાં મસૂદ અઝહર ના ભાષણો અને પુસ્તકો છે.

એપ્લિકેશનનું નામ ‘સારી વસ્તુઓ’ છે પરંતુ, કન્ટેન્ટ આતંકવાદી :

image socure

નોંધપાત્ર બાબત એ છે કે પ્લે સ્ટોર પર જૈશ-એ-મોહમ્મદ એપ્લિકેશન ને ‘ગુડ થિંગ્સ’ નામ આપવામાં આવ્યું છે, પરંતુ તેની સામગ્રી તદ્દન અલગ છે, અને આતંક ફેલાવવામાં આવી રહ્યો છે. આ એપનું સર્વર જર્મની ના કોન્ટાબો ડેટા સેન્ટર ના સર્વર સાથે જોડાયેલું છે, જેનો ટ્રેક રેકોર્ડ આતંકવાદીઓ અને સાયબર આતંકવાદીઓ સાથે પહેલેથી જ જોડાયેલો છે.

એપ્લિકેશન ડિસેમ્બર 2020 થી પ્લેસ્ટોર પર છે :

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી મોબાઈલ એપ દસ ડિસેમ્બર 2020 થી પ્લે સ્ટોર પર હાજર છે, અને અત્યાર સુધીમાં પાંચ હજાર થી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 2001 માં જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અમેરિકાએ તેને વિદેશી આતંકવાદી સંગઠન પણ જાહેર કર્યું છે.

મસૂદ અઝહરના એપ્લિકેશન પર હાજર ઝેરી ભાષણો :

image source

‘ગુડ થિંગ્સ’ મોબાઇલ એપ્લિકેશન પર ઓડિયો સ્ટેટમેન્ટ નો એક વિભાગ પણ છે, જેમાં મસૂદ અઝહર ના 2014 થી 2019 સુધી ના ઝેરી ભાષણો (મસૂદ અઝહર સ્પીચ) છે. એ જ રીતે, પુસ્તકો નો એક વર્ગ એવો પણ છે, જેમાં મસૂદ અઝહર દ્વારા લખાયેલા આતંકવાદી પુસ્તકો પણ છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ઘણા ઇસ્લામિક ધાર્મિક નેતાઓના અવતરણો, સંદેશાઓ અને પુસ્તકો પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.

એપ્લિકેશન ના વિકાસકર્તાઓ એ એક બ્લોગ પેજ પણ બનાવ્યું છે જે એપ્લિકેશન ના વર્ણન પૃષ્ઠ ની હાઇપર લિંક છે. મસૂદ અઝહર નું છદ્મનામ ‘સાદી’ આ વેબ પેજ પર લખવામાં આવ્યું છે. બે બાહ્ય પૃષ્ઠો પણ એક જ પૃષ્ઠ સાથે જોડાયેલા છે. તેમાંથી મસૂદ અઝહર ના ઓડિયો સંદેશાઓ છે, જે તેણે ૨૦૦૧ થી ૨૦૧૯ ની વચ્ચે રેકોર્ડ કર્યા હતા. અઝહર ના નાના ભાઈ અને જૈશ ના ઓપરેશનલ હેડ અબ્દુલ રઉફ અસગર અને તેના નજીકના સાથી તલ્હા સૈફનું રેકોર્ડિંગ પણ છે. મસૂદ અઝહરે એક પેજ પર ઘણા પુસ્તકો લખ્યા છે.

image socure

તેમણે સમજાવ્યું હતું કે આ એપ્લિકેશન ચીન ની યુસી બ્રાઉઝર એપ્લિકેશન ની જેમ જ કામ કરે છે, જેના પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એકવાર ઇન્સ્ટોલ થયા પછી, એપ્લિકેશન નેટવર્ક અને જીપીએસ સ્થાન ને એક્સેસ કરે છે. યુઝર પોતાનો ફોન ચાલુ કરે કે તરત જ એપ્લિકેશન પણ ચાલુ થાય છે અને બેકગ્રાઉન્ડમાં ચાલે છે. તે ફોનના લોકેશન, નેટવર્ક, સ્ટોરેજ, મીડિયા અને અન્ય ફાઇલો ને પણ એક્સેસ કરી શકે છે.