ગરમીમાં પીવાતા સોફ્ટ ડ્રિંક્સથી શરીરને થાય છે આ નુકસાન, તમારા માટે જાણવું છે જરૂરી
ઉનાળાએ પોતાની ગરમી વરસાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે યુવાનો અને મોટાભાગના લોકો પણ પોતાની તરસ છીપાવવા કોલ્ડ ડ્રિંકસ તરફ વળી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે તમે જે કોલ્ડ ડ્રિંક્સથી તરસ છુપાવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક હોઇ શકે છે.
જાણો કયા નુકસાન થાય છે તે વિશે

હાલમાં IMA (Indian Medical Association) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે હાલમાં માર્કેટમાં જે કોલ્ડ ડ્રિંક્સ મળી રહ્યા છે તેમાંના વધારે પડતા પેસ્ટીસાઇડ્સને કારણે વ્યક્તિને લિવર સંબંધી તકલીફો થઇ રહી છે. જે કેન્સરમાં પણ પરિણમે છે. ક્યારેય જમ્યા બાદ તરત જ કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરવો નહીં.
આમ કરવાથી તમારું ખાવાનું સારી રીતે પચતું નથી અને સાથે જ કોલ્ડ ડ્રિંકસની બનાવટ પણ તમારા શરીરને નુકસાન કરે છે. કોલ્ડ ડ્રિંક્સમાં ખાસ કરીને સીસુ, કાર્બન ડાયોક્સાઈડ અને સાથે શુગર સહિત કૈડિયમ, ક્રોમિયમ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગરમીમાં તેમનો પ્રભાવ વધે છે અને તે હેલ્થને નુકસાન કરે છે. રોજ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમારું વજન પણ વધે છે. પણ તેની અસર તમને મસલ્સ પર જોવા મળતી નથી. તે ફક્ત તમારું વજન વધારે છે.
કોલ્ડ ડ્રિંક પીવાથી થાય છે આ ફાયદા પણ

કોલ્ડ ડ્રિંકના ફાયદાની વાત કરીએ તો તેમાં કેફીન હોય છે જે બોડીની નર્વસ સિસ્ટમને સારી રાખવામાં મદદ કરે છે. લીવરમાં જે પણ ફેટી એસિડ બને છે તેને રોકવામાં મદદ કરે છે. કોલ્ડ ડ્રિંક શરીરમાં મૂડને સારો કરે છે અને સાથે તેમાં રહેલું સોડિયમ હ્યુમન બોડીમાં ફંક્શનને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. જેમકે પાણીને બોડીમાં રોકી રાખવું, મસલ્સ ક્લેંપને ઘટાડવા, બોડીમાં ઈલેક્ટ્રોલાઈટને કંટ્રોલ કરવાનું કામ કરે છે. શરીરને સોડિયમ જરૂરી છે. તે ગરમીમાં કોલ્ડ ડ્રિંકની મદદથી મળી રહે છે. કોલ્ડ ડ્રિંકમાં કાર્બોનેટ પાણીનો ઉપયોગ કરાય છે. તે પેટને સારું રાખવામાં મદદ કરે છે. આ માટે પેટમાં ગેસ બનવો, ભૂખ ન લાગવી જેવા કામમાં પણ ફાયદો આપે છે.

જાણો કયા કોલ્ડ ડ્રિંક્સમાં કેટલું પેસ્ટીસાઇડ્સ હોય છે…
Fanta – 29.1 %
Frooti – 24.5 %
Mirinda – 20.7 %
Maza – 19.3 %
7up – 12.5 %
Pepsi – 10.9 %
Thumbs up – 7.2 %
Coke – 9.4 %
Sprite – 5.3 %