જો જો ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ આ નકલી WhatsApp ને ભૂલથી પણ ન કરતા ડાઉનલોડ

Whatspp હાલના સમયમાં સૌથી પ્રચલિત અને લોકપ્રિય એપ્લિકેશન પૈકી એક છે. વિશ્વભરમાં whatsapp ના લાખો નહિ પણ કરોડોની સંખ્યામાં યુઝરો છે અને પોતપોતાની રીતે અનુકૂળતા અનુસાર whatsapp નો ઉપયોગ કરે છે.

image soucre

સામે પક્ષે whatsapp પણ સમયાંતરે પોતાની એપમાં યુઝરને ઉપયોગી થઈ શકે અને તેમના કામ સરળ રીતે થઈ શકે તે માટે અપડેટ કરતું રહે છે. પરંતુ whatsapp ની આ લોકપ્રિયતાને નુકશાન કરવા હેકરો પણ મેદાનમાં છે.

Whatsapp ના મોડીફાઇડ વર્ઝનમાં એક નવો ટ્રોઝન એટલે કે વાયરસ મળ્યો છે જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. Kaspersky એ આને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે.

image soucre

એન્ડ્રોઇડ માટે whatsapp ના મોડીફાઇડ વર્ઝનમાં એક નવો ટ્રોઝન એટલે કે વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસનું નામ Trojan Triada છે. આ માલવેર આગળ એક પેલોડને ડાઉનલોડ કરી દે છે જેનાથી યુઝરની પરવાનગી વિના જ ડિવાઇસ પર મેલેશિયસ એક્ટીવીટીનું જોખમ વધી જાય છે. આ વાયરસની માહિતી સાયબર સિક્યુરિટી Kaspersky દ્વારા મળી છે. ટીમના એક રિસર્ચરએ એક રિપોર્ટ શેયર કરીને જણાવ્યું હતું કે ટ્રોઝન ટ્રોયડા, whatsapp ના મોડીફાઇડ વર્ઝન FMWhastApp 16.80.0 ને પ્રભાવિત કરે છે. આવી મોડીફાઇડ એપ્સ યુઝર્સને એડિશનલ ફીચર આપે છે જે ઓરીજીનલ whatsapp પર નથી હોતા.

image soucre

Kaspersky એ નોંધ કરી છે કે ટ્રોઝન ટ્રાયડા હવે પોતાની જાહેરાત સોફ્ટવેર ડેવલોપમેન્ટ કીટ એટલે કે SDK સાથે FMWhatsApp ના નવા વર્ઝનમાં ઘુસી ગયો છે. ટ્રોઝનથી ઇન્ફેકટેડ એપના ફોનમાં ઇન્સ્ટોલ થવા આ યુનિક ડિવાઇસ આઇડેન્ટિફાયર (ડિવાઇસ IDs, સબ્સ્ક્રાઇબર આઈડી, મૈક એડ્રેસ) એકત્ર કરે છે અને તેને એક રિમોટ સર્વર પર પાછું મોકલે છે.

image source

બાદમાં સર્વર નવા ડિવાઇસને રજિસ્ટર કરે છે અને એક પેલોડ માટે એક લિંક પરત સેન્ડ કરે છે. એપમાં ટ્રોઝન ત્યારે આ પેલોડને સંક્રમિત ડિવાઇસ પર ડાઉનલોડ કરે છે, કન્ટેન્ટને ડીક્રિપ્ટ કરે છે અને તેને ઓપરેશન માટે લોન્ચ કરે છે.

રિસર્ચર એ FMWhatsApp દ્વારા આવી એક્ટીવીટીને કરવા માટે અલગ અલગ પ્રકારના માલવેરની ઓળખ કરી છે. જ્યારે એનમાંથી એક માત્ર ઉપરોક્ત પેલોડને ડાઉનલોડ કરે છે, અન્ય સંક્રમિત ડિવાઇસ પર અનેક કાર્ય કરી શકે છે.

ભૂલથી પણ ન કરવું ડાઉનલોડ

image soucre

Kaspersky યુઝર્સને આવા ” unofficial modification apps ” ને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. ખાસ કરીને Whatsapp Mods. એવું પણ જણાવવામાં આવ્યું છે કે આનાથી અનિચ્છનીય પેડ સબસ્ક્રીપશ્નના સાઈન અપ સિવાય યુઝર તેના અકાઉન્ટ પરનો કાબુ પણ ગુમાવી શકે છે. હેકર્સ આવા અકાઉન્ટને હાઇજેક કરે છે જેથી તમારા નામથી સ્પામ અને માલવેર ફેલાવી શકે.