ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જારી

રાજ્યમાં આ દિવસોમાં ભારે વરસાદના કારણે સોમવારે 21 રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. તેમાંથી સૌથી વધુ ચાર રાજકોટ જિલ્લાના છે. વરસાદને કારણે બંધ થયેલા રસ્તાઓમાંથી પંચાયત હેઠળના રસ્તાઓની સંખ્યા 20 છે અને એક સ્ટેટ હાઇવે છે. કુલ બંધ માર્ગોમાંથી રાજકોટ જિલ્લામાં ચાર છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ત્રણ -ત્રણ રસ્તા બંધ છે. બનાસકાંઠા અને દાહોદમાં બે -બે, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને સુરતમાં એક -એક રસ્તા બંધ છે.

સૌરાષ્ટ્રમાં 93.14% વરસાદ

image soucre

જો પ્રદેશના આધારે જોવામાં આવે તો અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ 93.14 ટકા વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 68.31 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં 87.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા વરસાદ નોંધાયો છે.

આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના

image source

રાજ્યમાં સક્રિય ચોમાસા વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે એટલે કે મંગળવારે વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર,રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બુધવાર, ગુરુવાર અને શુક્રવારકેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

image source

ભારતીય હવામાન વિભાગે (IMD) સોમવારે ભારે વરસાદને કારણે કેરળના ત્રણ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ અને રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. તેમજ માછીમારોને પૂરની સ્થિતિને જોતા દરિયામાં ન જવાનું કહેવામાં આવ્યું છે. ઇડુક્કી, એર્નાકુલમ અને ત્રિશૂર જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

image socure

IMD એ કહ્યું કે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ જોરદાર રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. અલપ્પુઝા જિલ્લાના કાયમકુલમમાં 17 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિરુવનંતપુરમ જિલ્લામાં નેયટ્ટીંકરા અને વેલ્લ્યાની, કોલ્લમમાં આર્યનકાવુ અને પઠાણમથિટ્ટામાં સીતાહોડે 13 સેમી વરસાદ પડ્યો છે.

આઈએમડી વેબસાઈટે જણાવ્યું હતું કે, “કેરળ-લક્ષદ્વીપ દરિયાકાંઠે પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. માછીમારોને 27 અને 28 સપ્ટેમ્બરે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

24 કલાકમાં 20 સેમી વરસાદની સંભાવના છે

image soucre

તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, મલપ્પુરમ, પલક્કડ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરાગોડ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટએ 24 કલાકમાં 20 સેમીથી વધુ વરસાદનો સંકેત છે. રેંજ 6 થી 20 સેમી વરસાદ થતા યેલો એલર્ટ 6થી 11સેમીની વચ્ચે વરસાદ થવાનો સંકેત છે.

આ જિલ્લામાં મંગળવારે ભારે વરસાદ પડી શકે છે

IMD મુજબ, 28 સપ્ટેમ્બર, મંગળવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય મંગળવારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

આ જિલ્લાઓ માટે બુધવારે રેડ એલર્ટ જારી કરાયું છે

image soucre

29 સપ્ટેમ્બર બુધવારે દેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMD ના ડેટા અનુસાર, ગુજરાતમાં રાજકોટની સાથે મહારાષ્ટ્રના ધુલે, જલગાંવ, પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.