પેટ્રોલ ડીઝલની ખૂબ જ ખરાબ કટોકટીમાં ઘેરાઈ ગયો છે ભારતનો આ પડોશી દેશ, માંગી 500 મિલિયન ડોલરની લોન

ભારતનો પડોશી દેશ શ્રીલંકા બે ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકામાં પેટ્રોલની અછત ભયંકર સ્તરે છે, બીજી તરફ શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે, તેથી આ ખરાબ સ્થિતિમાં શ્રીલંકાએ ભારત પાસે તાત્કાલિક મદદ માંગી છે. શ્રીલંકન સરકારે તાત્કાલિક દેશમાં પેટ્રોલની અછતને ઓછી કરવા માટે ભારત લાસે 500.મિલિયન ડોલર એટલે કે 50 કરોડ ડોલરની મદદ માંગી છે.

image soucre

શ્રીલંકાની સરકારે ભારત પાસેથી ‘કટોકટી’ લોન માંગી છે, જ્યારે દેશના ઉર્જા મંત્રી ઉદય ગમનાપીલાએ થોડા દિવસો પહેલા દેશમાં ચેતવણી જારી કરી હતી કે દેશમાં ઈંધણની હાલની ઉપલબ્ધતા માત્ર જાન્યુઆરી સુધી છે અને ત્યાર બાદ દેશમાં બળતણ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. શ્રીલંકાની સરકાર દ્વારા સંચાલિત દેશની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) બે મુખ્ય સરકારી બેંકો, બેન્ક ઓફ સિલોન અને પીપલ્સ બેન્કનું લગભગ 3.3 અબજ ડોલરનું દેવું છે.શ્રીલંકાના ઓઇલ ડિસ્ટ્રીબ્યુટર્સ મધ્ય પૂર્વના દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને સિંગાપોર સહિત અન્ય વિસ્તારોમાંથી રિફાઇન્ડ ઓઇલની આયાત કરે છે.

ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી

image soucre

શ્રીલંકા સરકારના સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) ના ચેરમેન સુમિત વિજસિંઘેને એક સ્થાનિક સમાચાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમે હાલમાં ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી હેઠળ 500 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન મેળવવા વિચારી રહ્યા છીએ. શ્રીલંકામાં ભારતીય હાઇ કમિશન સાથે વાત કરી.તેમણે કહ્યું કે, આ સુવિધાનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો માટે કરવામાં આવશે. ભારત અને શ્રીલંકા બંનેના ઉર્જા સચિવો ટૂંક સમયમાં લોન માટે કરાર કરે તેવી અપેક્ષા છે. આ રિપોર્ટમાં શ્રીલંકાના નાણા સચિવ એસ.આર.ટીગલને ટાંકીને માહિતી આપવામાં આવી છે.

image soucre

શ્રીલંકાની સરકારે રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજોમાં ગયા સપ્તાહે વધારો કર્યો હોવા છતાં બળતણના છૂટક ભાવમાં વધારા પર રોક લગાવી છે. પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો થયો છે, જેની શ્રીલંકા પર ભારે અસર પડી છે અને શ્રીલંકાને આ વર્ષે તેલ ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે, જેના કારણે શ્રીલંકાની સરકારના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે.શ્રીલંકાનું તેલ બિલ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં 41.5 ટકા વધીને 2 અબજ ડોલર થયું છે.

image socure

શ્રીલંકાના નાણામંત્રી તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને કારણે પ્રવાસન અને અન્ય ઘણા મહત્વના ક્ષેત્રો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જેની સીધી અસર દેશની કમાણી પર પડી છે અને શ્રીલંકા ગંભીર વિદેશી મુદ્રા સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાની જીડીપી 2020 માં રેકોર્ડ 3.6 ટકા ઘટી હતી અને જુલાઈથી તેના વિદેશી મુદ્રા ભંડાર એક વર્ષમાં અડધાથી વધુ ઘટીને માત્ર 2.8 અબજ ડોલર થઈ ગયા છે. તેના કારણે છેલ્લા એક વર્ષમાં ડોલરની સરખામણીમાં શ્રીલંકાના રૂપિયામાં 9 ટકાનો ઘટાડો થયો છે, જેનાથી આયાત વધુ મોંઘી થઈ છે