પ્રોગ્રામ પુરો કરીને કાઠિયાવાડના જાણીતા કલાકાર ઘરે જવા નિકળ્યાં, પણ અફસોસ કે ઘરે પહોંચતા પહેલાં જ મોત થયું

હાલમાં ગુજરાતમાં અકસ્માતના કેસો વધી રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે વધારે એક અકસ્માત થયું અને એક સાહિત્ય કલાકારનો ભોગ લીધો હતો. તો આવો વિગતે જાણીએ કે આખરે કઈ રીતે બની ઘટના. આ વાત છે ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયાની. કે જેઓની ઉંમર 42 વર્ષની હતી. તેઓ ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પૂરો કરીને કારમાં પોતાના ગામ મીઠાપુર જતા હતા. વહેલી સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતાં ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાઈ હતી અને તેમનું મોત નિપજ્યું હતું.

image source

સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો દ્વારકા પાસે થયેલા અકસ્માતમાં લોકગાયક રમેશ દૂધરેજીયાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફરી વળી છે. દ્વારકા ખંભાળિયા હાઇવે પાસેના ચરકલા હાઇવે રોડ પર વહેલી સવારે કાર વડના ઝાડ સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા આ લોકગાયક કલાકારનું મુત્યુ નિપજ્યુ હતું.

image source

આ ઘટનાની વિગત અનુસાર દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા (ઉ.વ.42) ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પૂરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જતા હતા.

image source

નબીસના જોગ એવા હતા કે વહેલી સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતાં ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રમેશભાઇ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ દ્વારકામાં 108 નંબર ફોન કરતાં એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોચી હતી. રમેશ દૂધરેજીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી 108ની એમ્બ્યુલન્સમાં પહેલાં સારવાર શરૂ કરી હતી પણ હાલત ગંભીર હોવાથી દ્વારકા સરકારી હોસ્પીટલે લઈ જતા હતાં ત્યારે રસ્તામાં જ રમેશભાઇનું રસ્તામાં મોત થયુ હતું. અકસ્માતની જાણ થતા દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી.

image source

થોડા સમય પહેલાંની જ વાત છે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારને પાર્થિવ દેહ સોંપાયો હતો. પરિવારજનો તેમના પાર્થિવ દેહને અમદાવાદથી ગાંધીનગર સેક્ટર 30 સ્થિત સ્મશાન ગૃહ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આ સાથે જ ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સુપરસ્ટાર પંચમહાભૂતમાં વિલિન થયા હતા. ગઈ 20 ઓક્ટોબરે તેમને કોરોના થયો હતો અને 22મીએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત