કોરોના ગુજરાતીઓની પાછળ હાથ ધોઈને પડી ગયો, ઋષિકેશમાં એક જ અઠવાડિયામાં સીધા 28 ગુજરાતી કોરોના પોઝિટિવ

કોરોનાએ હાલમાં ગુજરાતમાં અને ભારતમાં જે રીતે ગતિ પકડી છે એ જોઈને લાગે છે કે આ તો 2020 કરતાં પણ વધારે ગતિએ વધી રહ્યો છે. જો કે ગુજરાતમાં તો કોરોના 2020 કરતાં પણ વધારે વિકરાળ બન્યો છે અને ગઈકાલે જ 1700 ઉપર રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. ત્યારે હવે કંઈક નવી જ માહિતી સામે આવી રહી છે કે જેણે ચિંતા વધારી છે.

image source

જો વિગતે વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ બાદ કોરોના વકર્યો છે. કોવિડ-19 મહામારીના આ બીજા રાઉન્ડમાં ગુજરાતમાં રોજના બે હજારની નજીક કેસ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય બહાર જતા ગુજરાતીઓમાં પણ ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે. ત્યારે એ વચ્ચે જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

image source

હાલમાં ગુજરાતીઓના સૌથી ફેવરિટ તીર્થસ્થાનમાંના એક હરિદ્વાર-ઋષિકેશથી સમાચાર આવી રહ્યા છે કે કોરોનાને લઈને હાલમાં ત્યાં પણ આવી જ સ્થિતિ છે. ઋષિકેશમાં તો મુનિ કી રેતી વિસ્તારના આશ્રમોમાં એક જ અઠવાડિયામાં સામટા 28 ગુજરાતીના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થાનિક તંત્રમાં હાહાકાર મચી ગયો છે અને ઉંઘ હરામ થઈ ગઈ છે. આ લોકો જે હોટલમાં રોકાયા હતા ત્યાંના સ્ટાફ તેમજ અન્ય યોગ અભ્યાસુઓમાંથી પણ 11ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા એ સૌથી ખતરનાક સમાચાર છે.

image source

હવે આમાંથી ધડો લઈને સ્થાનિક તંત્રએ માત્ર ઋષિકેશ જ નહીં, પરંતુ હરિદ્વારમાં પણ ગુજરાતી સમાજ સહિત આસપાસના ગુજરાતીઓની અવરજવરવાળા વિસ્તારોમાં સઘન ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે કારણ કે ત્યાં તો કંઈ કેટલા લોકો ફરવા માટે આવ્યા હશે એ નક્કી નહી. આ સાથે જ વાત કરતાં ઋષિકેશના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે ઋષિકેશના મુનિ કી રેતીના તપોવન વિસ્તારમાં ગુજરાતથી આવેલાં 6 યાત્રાળુ તેમજ 11 હોટલ કર્મી-યોગ અભ્યાસુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

image source

આગળ વાત કરતાં જગદીશચંદ્ર જોશીએ કહ્યું કે તપોવન ચેકપોસ્ટ પર ગત 18 માર્ચે ગુજરાતથી આવેલા 22 યાત્રાળુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ગઈકાલે વધુ 17ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

આમાંથી 11 જણ હાલ તપોવન કોવિડ કેર સેન્ટરમાં છે, જ્યારે 6 ગુજરાતી કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ત્યાંથી જતા રહેતાં તેમના ફોન નંબર મેળવી સંપર્કના પ્રયાસો કરાયા છે અને વધુ તપાસ હાથ ધરી દરેકનો ટેસ્ટ કરવામાં આવશે. આપણે સૌ એ વાત જાણીએ છીએ કે હરિદ્વારમાં પણ દર વર્ષે લાખો ગુજરાતીઓ જાય છે. અહીં ગુજરાતીઓ મોટે ભાગે ગુજરાતી સમાજ અને આસપાસના વિસ્તારોની ધર્મશાળાઓ અને આશ્રમોમાં રોકાતા હોય છે.

image source

આ ઉપરાંત ભૂપતવાલા વિસ્તારના આશ્રમો અને શાંતિકુંજ ગાયત્રી પરિવાર આશ્રમમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સ્થાનિક આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં જે પણ કંઈ પગલા લેવાઈ રહ્યા છે એનો હેતું માત્ર એટલો જ છે કે ગુજરાતમાંથી ઉત્તરાંચલમાં કોરોનાનો ફેલાવો રોકી શકાય અને પરિસ્થિતિને વધારે કંટ્રોલમાં લઈ શકાય.

આ સાથે જ એક ખરાબ સમાચાર એ પણ મળી રહ્યા છે કે દેશમાં વધતા કોરોનાની વચ્ચે કોરોનાના ડબલ મ્યૂટેંટ વેરિએન્ટે તમામ તંત્રીન ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારના જણાવવામાં આવ્યું કે, દેશમાં કોરોના વાયરસનું એક નવું મ્યૂટેંટ વેરિએન્ટ 18 રાજ્યોમાં જોવા મળ્યું છે.

image source

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારીએ કોરોનાને લઇને ચિંતા વધારે વધારી દીધી છે. ડબલ મ્યૂટેંટ વેરિએન્ટ ઉપરાંત બીજા સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 10 હજાર 787 સેમ્પલ્સથી 771 વેરિએન્ટ્સમાં VOCs જોવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!