ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ને લઇને લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો લેટેસ્ટ અપડેટ એક ક્લિકે…

ગુજરાતના 8 મહાનગરો અને 36 શહેરોમાં એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું મીની લોકડાઉન. 18 મેં સુધી રહેશે નાઈટ કરફ્યુ.

રાજયમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે ખૂબ જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ માટેમુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની એક બેઠક મળી હતી.. આ બેઠક બાદ ગુજરાત રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના નાઈફ કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યા છે.

image source

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના ડોકટરો સૌના સહયોગ અને સહિયારા પ્રયત્નોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવીને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડાની સફળતા મેળવી છે.

વિજય રૂપાણીએ આ અંગે આગળ જણાવ્યું છે કે 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે.

image source

તમને જણાવી દસીએ કે કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ખૂબ જ ચર્ચા-વિચારણા કરવામાં આવો હતી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વધતી ઝડપને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના બધા જ નાગરિકોને સલામત અને સુરક્ષિત રાખવા માટે તેમજ દરેક નાગરિકને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

image source

વિજય રૂપાણીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા સામાન્ય જનતાનો રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી લગાવવામાં આવેલ રાત્રિ કર્ફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

તેમણે જણાવ્યું છે કે કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

મુખ્યમંત્રી દ્વારા કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ 11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે 12મે-2021 થી 18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

image source

રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો અંદાજો કાઢીને અને ગુજરાત રાજ્યના નાગરિકોને વધુ સલામતિ આપવાના હેતુથી રાત્રિ કર્ફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!