કોરોના આકારના કરાથી ખૌફનો માહોલ, જોઇ લો તમે પણ આ વિડીયોમાં

કોરોના આકારના વરસાદથી ખૌફનો માહોલ : શું આ કોઈ કુદરતી સંકેત છે?

image source

વિશ્વ ભરમાં અત્યારે કોરોના વાયરસને કારણે ભયનું વાતાવરણ ફેલાયેલું છે. જીવના જોખમ કરતા સંક્રમણનો એક વિચિત્ર ભય કોરોનાના કારણે ફેલાયેલો છે. દુનિયાભરના લોકો અત્યારે જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો કેટલાક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યા છે. દુનિયા ભારથી આ સમયે વાયરસને લગતી અનેક જાણકારીઓ સામે આવી રહી છે. ઘણી જગ્યાએ વરસાદ અને વાવાઝોડા ફૂંકાયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

image source

એવામાં મેક્સિકો શહેરથી આવેલ સમાચાર આશ્ચર્ય અને સાંકેતિક બંને રીતે જોવાઈ રહ્યા છે. કરા પડવા તો એક સામાન્ય બાબત છે પણ, મેક્સિકોમાં જે કરા પડયા છે તેનો આકાર કોરોના વાયરસને મળતો આવે છે. મેક્સિકોની મ્યૂનિસિપાલિટીનાં લોકો એ સમયે ચોંકી ગયા હતા, જ્યારે આકાશમાંથી કોરોના વાયરસ જેવા આકારનાં કરાનો વરસાદ થવા લાગ્યો હતો. કોરોનાના આકાર વાળા કરાને જોઇને લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે.

મોંટેમોરેલોસ શહેરની ઘટના : ન્યૂવો લિયોન, મેક્સિકો

સામાન્ય રીતે કરાનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો. પણ તાજેતરમાં જ કોરોનાનાં આકાર વાળા કરા પડયા હોવાની ઘટના સામે આવી હતી. કોરોના આકારવાળા કરાઓનો વરસાદ મેક્સિકોનાં ન્યૂવો લિયોન રાજ્યનાં મોંટેમોરેલોસ શહેરમાં થયો છે. આશ્ચર્ય પામેલા લોકોએ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કરાઓની તસવીર પણ શેર કરી હતી.

નીચેની તસ્વીરમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે દેખાઈ રહેલા કરા ગોળ આકારાનાં કોરોના વાયરસ જેવા જ દેખાઈ રહ્યા છે. આ પ્રકારનાં વિચિત્ર કરાનાં વરસાદનાં કારણે સ્થાનિક લોકો ચિંતિંત થઈ ગયા હતા. અમુક લોકો આને ઈશ્વરનો પ્રકોપ માની રહ્યા છે. આ પ્રકારનાં કરાનો વરસાદ ફક્ત મેક્સિકોમાં થાય છે. જો કે આ પછી સોશિયલ મીડિયા પર દુનિયાભરનાં અનેક વિસ્તારોનાં લોકોએ કોરોનાની સાઇઝવાળા કરાની તસવીર શેર કરી છે. ત્યાં પણ આ પ્રકારનાં કરાનો વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગનાં જાણકારોએ આને સામાન્ય બાબત ગણાવી

મેક્સિકોની ઘટના હજુ જૂની નથી થઇ ત્યાં બીજી તરફ એક ટ્વીટર યૂઝરે સાઉદીમાં પણ આ પ્રકારનાં કરાનાં વરસાદની જાણકારી આપી છે. જો કે હવામાન વિભાગનાં જાણકારો જણાવે છે કે, આ પ્રકારનાં કરાનો વરસાદ થવો સામાન્ય વાત છે. જો કે કુદરતના સર્જનમાં આવી વિશિષ્ટતા સામાન્ય બાબત છે. એક હવામાન વૈજ્ઞાનિક જોસ મિગુએલ વિનસે કહ્યું કે, વધારે વાવાઝોડા-તોફાનમાં કરા મોટા આકારનાં હોય છે. ઘણી વાર આકાશમાંથી પડતી વખતે કરા એકબીજા સાથે ટકરાઈ જતા હોય છે અથવા જોડાઇ જાય છે. આ કારણે આવો આકાર સર્જાતો હોય છે.

કરાના કોરોના વાયરસ જેવા આકાર પાછળનું તથ્ય

image source

હવામાન જાણકારો આને કુદરતી પ્રક્રિયા કહે છે. તેમનું માનવું છે કે આક્શમાંથી જમીન સુધી આવતા કરા એકબીજા સાથે અથડાઈને અથવા જોડાઈને આવા વિચિત્ર આકારોમાં પરિણમતા હોઉં છે. આવી ઘટનાઓ અનેક વખત જોવા મળી છે. જે સામાન્ય બાબત છે.

કોરોના વાયરસના આકારવાળા કરા સાઉદીમાં પણ પડયા હતા

જાણકારોના મત મુજબ બરફનાં ટૂકડા એકબીજા સાથે ટકરાતા અને એકબીજા સાથે જોડાતા હોવાના કારણે પડતા કરાનો આકાર આવો થઈ જતો હોય છે, પણ મેક્સિકોનાં લોકો આ જાણતા હોવા છતાય ભયમાં છે. કોરોના વાયરસ સંક્રમણનાં કારણે પહેલાથી જ ડર ફેલાયેલો છે જેના કારણે પહેલાથી જ ઘરોમાં કેદ છે. આ નવી મુશ્કેલીનાં વરસાદે તેમને વધારે ચિંતિત કરી મુક્યા છે. મેક્સિકોમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 54,346 કેસ સામે આવી ચુક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધારે 2,713 નવા કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત