કેન્સરથી પીડાઈ રહી છે 37 વર્ષીય અભિનેત્રી હમસા નંદીની, બાલ્ડ લુકમાં વાયરલ થયા ફોટા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હમસા નંદિનીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 37 વર્ષીય અભિનેત્રી હાલમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. જો કે, કેન્સર સામેની તેની સતત લડાઈ છતાં, હમસા તેની બીમારીને ઘણી હકારાત્મકતા સાથે સ્વીકારી રહી છે. તાજેતરમાં અભિનેત્રીની આ સકારાત્મકતાની કેટલીક ઝલક જોવા મળી હતી. વાત જાણે એમ છે કે અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે આ ગંભીર બીમારીમાં પણ એ પૂરા જોશ અને જુનુંનથી તેનો સામનો કરીએ છીએ.

image soucre

હમસા નંદિની આ દિવસોમાં તેની કીમોથેરાપી સેશન કરી રહી છે. સારવારના કારણે તેને બાલ્ડ થવું પડ્યું છે. આ ક્રમમાં, તાજેતરમાં અભિનેત્રીના આ બાલ્ડ લુકની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરવામાં આવી છે. હમસાનાં આ ફોટામાં અભિનેત્રીએ ભારતીય ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના વસ્ત્રો પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ નવા લૂકમાં પણ અભિનેત્રી ચાહકોનું દિલ જીતી રહી છે.

image soucre

હમસા પરંપરાગત પોશાકમાં ખૂબસૂરત લાગે છે. વાળ વગર પણ તેનામાં સુંદરતાની કમી નથી. આ બાલ્ડ લુકમાં પણ હમસા ખૂબ જ સ્ટાઇલિશ અને સ્ટનિંગ લાગી રહી છે. ફોટામાં અભિનેત્રીએ પેસ્ટલ રંગનો સૂટ પહેર્યો છે. અભિનેત્રીએ પહેલા જ તેના બાલ્ડ લુકની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. અભિનેત્રીની જીવંતતા જોઈને ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે.

image soucre

અભિનેત્રીની આ સુંદર તસવીરો સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ અમી પટેલે શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, તમે અદ્ભુત દેખાઈ રહ્યા છો. આ ચિત્ર શક્તિ અને સુંદરતા દર્શાવે છે. કેન્સર સામેની તમારી લડાઈ આ પ્રવાસનો માત્ર એક ભાગ છે. મને ખાતરી છે કે તમે તેને જીતીને વધુ સુંદર દેખાશો. અમે બધા તમારી સાથે છીએ.

આ પહેલા અભિનેત્રીએ ફેન્સને કેન્સર વિશે માહિતી આપતી પોસ્ટ પણ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે મારા માર્ગમાં. તે કેટલું અનફેર લાગે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું પીડિત નહીં બનીશ. હું નકારાત્મકતા અને નિરાશાને મારા પર હાવી થવા દઈશ નહીં. હું હાર માનીશ નહિ.

image soucre

નોંધપાત્ર વાત એ છે કે હમસા નંદિની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. હમસા તેલુગુ સિનેમામાં કામ કરે છે. તેણીએ તેલુગુ પીરિયડ ડ્રામા રુદ્રમાદેવીમાં વોરિયર પ્રિન્સેસ મંદાકિનીનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તેણે તેલુગુ ફિલ્મોના ઘણા આઈટમ નંબર્સમાં પણ કામ કર્યું છે.