નીતુ સિંહ, વરુણ ધવન સહિત આ સ્ટાર્સ પોઝિટિવ હોવાની ચર્ચા, આ ફિલ્મનું અટકી ગયુ શૂટિંગ

કેટલાય સમય સુધી બોલીવુડમાં શૂટિંગ ઠપ પડ્યું હતું. પણ હવે બોલિવૂડ સ્ટાર્સે કોરોનાની ગાઈડલાઈન્સ સાથે શૂટિંગ કરવાનું શરૂ કરી
દીધું છે. અને આ દરમિયાન પહેલી જ વાર ફિલ્મના સેટ પર મુખ્ય કલાકારોને કોરોના થયો હોય એવો બનાવ બન્યો છે.

વરુણ ધવન, નીતુ સિંહ તેમજ ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા

image source

કોરોના પોઝિટિવ હોય એવી ખબરો સામે આવી રહી છે. જ્યારે અનિલ કપૂર તથા કિઆરા અડવાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ફિલ્મના સેટ પર ત્રણ કલાકારોને કોરોના પોઝિટિવ આવતા ચંદીગઢમાં ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ ગયા મહિને ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. કલાકારોને કોરોના થયા હોવાના સમાચાર વહેતા થયા છે પણ હજી સુધી ફિલ્મની ટીમે વરુણ ધવન, નીતુ સિંહ તથા ડિરેક્ટરને કોરોના થયો હોય એવું ઓફિશિયલ કન્ફર્મ કર્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

ગઈકાલ સાંજે એટલે કે 3 ડિસેમ્બર આ બધાનો કોરોના રિપોર્ટ આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ ટૂંક સમયમાં જ આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

image source

હવે નિર્માતાઓએ શૂટિંગની ડેટ પાછી ઠેલી દીધી છે અને ત્રણે સ્ટારને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.તાજેતરમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.

image source

ડિરેકટર રાજ મહેતાની ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં નીતુ સિંહ સિવાય અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે. રિશી કપૂરના નિધન બાદ નીતુ પહેલીવાર કોઈ ફિલ્મમાં દેખાશે.

ફિલ્મને આવતા વર્ષે થીયેટરમાં રિલિઝ કરવાની યોજના છે.આ ફિલ્મ થકી વરુણ અને કિયારાની જોડી પહેલી વખત એક સાથે જોવા મળશે.ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ સિંહની પણ મોટી ભૂમિકા છે.

image source

બોલિવુડના કોઈ સેલિબ્રિટીને કોરોના પોઝિટિવ આવ્યો હોય એવો આ કઈ પહેલો બનાવ નથી. આ પહેલા પણ બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે સિંગર કનિકા કપૂરને સૌપ્રથમ કોરોના થયો હતો. ત્યારબાદ બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના વાયરસના કહેરથી બચી નહોતા શક્યા. અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી તેમજ ભત્રીજી પણ કોરોનાનો શિકાર બની ચુક્યા હતા.નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા સહિતનાં સેલેબ્સને પણ કોરોના થયો હતો પણ તેમને કોરોનાને માત આપી હતી. હાલમાં જ સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે સેલ્ફ આઈસોલેશનમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત