સુકેશ ચંદ્રશેખરને તિહાડ જેલમાં મળવા આવતી હતી 10 એક્ટ્રેસ અને મોડેલ

મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચંદ્રશેખર રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની પૂછપરછ થઈ ચૂકી છે. હવે લાગે છે કે આ મામલે સિનેમા જગત સાથે જોડાયેલા કેટલાક વધુ નામો સામે આવી શકે છે.

EDના સૂત્રોના અનુસાર આ સમગ્ર મામલે ઘણી સનસનાટીભરી બાબતો સામે આવી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં એક મોટી અને આલીશાન ઓફિસ ચલાવતો હતો, જ્યાં તેને તમામ પ્રકારની સુવિધાઓ મળતી હતી. એટલું જ નહીં, સુકેશ જેલમાં આલિશાન ચિકન પાર્ટીઓ પણ કરતો હતો અને તેની મહિલા મિત્રો પણ આ પાર્ટીઓમાં હાજરી આપતી હતી. 10 થી વધુ સુપર મોડલ અને અભિનેત્રીઓ તેને જેલમાં મળવા આવતી હતી.

સુકેશની જેલમાં થતી હતી આલિશાન પાર્ટીઓ

Sukesh Chandrashekhar
image soucre

EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહાઠગ સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાંથી પોતાની આલીશાન ઓફિસ ચલાવતા હતા. ચંદ્રશેખરની જેલમાં બનેલી આ ઓફિસ તમામ સુવિધાઓથી સજ્જ હતી. અભિનેત્રી લીના મારિયા પોલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે જેલમાં તેની ઓફિસમાં સોફા, ફ્રીજ, ટીવી જેવી સુવિધાઓ હતી. મળતી માહિતી મુજબ લીનાને જેલમાં જવાની સંપૂર્ણ સુવિધા હતી અને તે રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી કર્યા વગર અંદર જતી હતી. લીનાએ પોતે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ચંદ્રશેખર જેલમાં જ ચિકન પાર્ટીઓ કરતો હતો અને આ પાર્ટીમાં તેની ફિમેલ ફ્રેન્ડ્સ પણ આવતી હતી

કર્ણાટકના બેંગુલુરુંમાં રહેતા ચંદ્રશેખરે કથિત રીતે ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધુ હતું

સુકેશ ચંદ્રશેખર દર મહિને આપતો હતો 1 કરોડ

image soucre

મળતી માહિતી મુજબ, સુકેશની જેલમાં બનેલી આ આલીશાન ઓફિસ અવિરત ચાલતી રહી, આ માટે તે જેલ અધિકારીઓને દર મહિને 1 કરોડની તગડી રકમ આપતો હતો. તેની ઓફિસમાં મિનરલ વોટરની બોટલો પણ હતી. તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સિવાય ઓછામાં ઓછી 10 સુપર મોડલ અને બોલિવૂડ અભિનેત્રીઓ સુકેશને મળવા તિહાર જેલમાં જતી હતી.

ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાયો છે કેસ

image soucre

2017 માં, ચૂંટણી પંચ લાંચ કેસમાં ચંદ્રશેખરને એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે તેણે ચૂંટણી ચિન્હ ‘બે પાંદડા’ના સંબંધમાં કમિશનના અધિકારીઓને લાંચ આપવા માટે AIADMK (અમ્મા)ના નેતા ટીટીવી ધિનાકરણ પાસેથી પૈસા લીધા હતા.

image soucre

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે AIADMK (અમ્મા) જૂથ માટે ચૂંટણી ચિન્હ મેળવવા માટે 50 કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. તેની ધરપકડ સમયે, તેની પાસેથી કથિત રીતે 1.3 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. સુકેશને તિહાર જેલમાં બંધ કર્યા બાદ આ સમાચાર આવ્યા હતા કે જેલમાં હોવા છતાં એ કરોડો રૂપિયાની વસૂલીનું રેકેટ ચલાવી રહ્યો છે