હાર્દિક પાંડયાએ પુષ્પા નાની સાથે કર્યો શ્રીવલ્લી ડાન્સ, ખુદ અલ્લુ અર્જુને પણ કરી કમેન્ટ

ભારતીય ક્રિકેટ હાર્દિક પંડ્યા પણ પુષ્પા મૂવીના શ્રીવલ્લી ગીતની ખુમારીમાં ડૂબી ગયો છે. આ ગીત તેના સિમ્પલ ડાન્સ સ્ટેપ્સ દ્વારા લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ સ્ટેપ્સ વિચિત્ર અને ફની છે. બાજુ પર પગ મુકીને કરવામાં આવતા આ સ્ટેપ્સ ક્રિકેટરોને ખૂબ જ આકર્ષક છે. પહેલા ડેવિડ વોર્નરે કર્યું, પછી સુરેશ રૈનાએ કર્યું અને હવે હાર્દિક પંડ્યાએ પણ કર્યું. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની નાની સાથે આ સ્ટેપ્સ કરી રહ્યો છે , આ જ આ વીડિયોની ખાસિયત છે કારણ કે એના નાનીની ઉંમર ઘણી વધારે છે

image soucre

હાર્દિક તેની નાની સાથે તેમના ઘરની ટેરેસ પર તડકામાં ડાન્સ કરી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં શ્રીવલ્લી ગીત વાગી રહ્યું છે. ડાન્સ કરતા પહેલા, હાર્દિક અને તેની નાની સનગ્લાસ પહેરે છે અને પછી ડાન્સ શરૂ થાય છે. નાની ઉંમરને કારણે ઝડપથી ડાન્સ નથી કરી શકતી પરંતુ ગીતના સ્ટેપ એટલા સરળ છે કે તે કરી શકે છે. સ્ટેપ્સ કર્યા બાદ હાર્દિકની સાથે નાની અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ મોઢા પર હાથ પણ ફેરવે છે. અલ્લુ અર્જુનને આખી ફિલ્મમાં ટશન સાથે આ સ્ટાઈલ કરતો બતાવવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતાં હાર્દિકે કહ્યું- પોતાની પુષ્પા નાની સાથે. ત્યારબાદ તેણે અલ્લુ અર્જુનને પણ ટેગ કર્યા છે.

વાત જાણે એમ છે કે પુષ્પા સ્ત્રી નામ છે પરંતુ અલ્લુ અર્જુનને ફિલ્મમાં પુષ્પા કહેવામાં આવે છે કારણ કે તેનું પૂરું નામ પુષ્પરાજ છે અને ટૂંકું નામ પુષ્પા રાખવામાં આવ્યું છે. હાર્દિકના વીડિયોનો જવાબ આપતા ઈશાન કિશને ઓલ ટાઈમનો બેસ્ટ વીડિયો ગણાવ્યો છે. હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ બે હાર્ટ ઈમોજી મોકલ્યા છે.

image soucre

શ્રીવલ્લી ગીતને ઘણી ભાષાઓની સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. હિન્દી વર્ઝન ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને જાવેદ અલીએ ગાયેલું તે જ ગીત યુટ્યુબ પર જ 95 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યું છે.

આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. તેલુગુ દિગ્દર્શક સુકુમાર દ્વારા દિગ્દર્શિત, ‘પુષ્પાઃ ધ રાઇઝ’ આ ક્ષણે ભારતમાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે.

image soucre

હાર્દિકને હાલમાં જ આઈપીએલમાં મોટી જવાબદારી મળી છે. તેની અમદાવાદ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આઈપીએલમાં તે નવી ફ્રેન્ચાઈઝી છે અને ભારતીય ઓલરાઉન્ડરને શુક્રવાર, 21 જાન્યુઆરીએ નવી ફ્રેન્ચાઈઝી દ્વારા રૂ. 15 કરોડમાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાનને પણ 15 કરોડ રૂપિયામાં લેવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે.

હાર્દિકે આ પહેલા ક્યારેય IPL ટીમની કેપ્ટનશિપ કરી નથી. હાર્દિકે કુલ 92 મેચ રમી છે, જેમાં તેણે 153.91ના સ્ટ્રાઈક રેટથી 1476 રન બનાવ્યા છે. તેણે 42 વિકેટ પણ લીધી છે.