હસ્તરેખા જ્યોતિષમાં અંગૂઠા પાસેના ભાગને પિતૃતીર્થ કહેવામાં આવે છે, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ દિવસોમાં પિતૃઓ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે તર્પણ કરતી વખતે હાથમાં જળ લઇને અંગૂઠા તરફથી પિતૃઓને ચઢાવવામાં આવે છે. જે લોકોની મૃત્યુ તિથિ જાણતાં નથી, તેમનું શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની અમાસના દિવસે કરી શકાય છે. આ વર્ષે અમાસ છ ઓક્ટોબરના રોજ છે.

image soucre

પિતૃઓની સંતુષ્ટિ માટે પિતૃપક્ષ સિવાય વર્ષના અન્ય દિવસોમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. આ અંગે મહાભારત અને નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવેલાં દિવસોની ગણતરી કરવામાં આવે તો છનું દિવસ એવા હોય છે જેમાં શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે દર મહિનામાં ચાર કે પાંચ દિવસ એવા આવે છે, જેમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે.

image socure

દર મહિને આવતી અમાસ, સૂર્ય સંક્રાંતિ, વૈધૃતિ અને વ્યતિપાત યોગ છે. સાથે જ અન્ય પર્વ અને ખાસ તિથિઓમાં પિતૃ કર્મ કરી શકાય છે. શ્રાદ્ધ કર્મ કરતી સમયે પિંડ ઉપર અંગૂઠા ની મદદથી ધીમે-ધીમે જળ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે, અંગૂઠાથી પિતૃઓને જળ આપવાથી તેઓ તૃપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીમાં અંગૂઠા અને તર્જની ના મધ્ય ભાગના કારક પિતૃ દેવતા હોય છે. તેને પિતૃ તીર્થ કહેવામાં આવે છે.

image source

જીવિત લોકોને હથેળી અંદર તરફ કરીને ભોજન પીરસવામાં આવે છે, જ્યારે મૃત વ્યક્તિઓ માટે જળ અર્પણ કરતી સમયે અંગૂઠા તરફથી જળ ચઢાવવામાં આવે છે. પિતૃ દેવતાનું સ્થાન આપણી દુનિયામાં નથી. અંગૂઠાથી જળ ચઢાવવાનો એક અર્થ એવો પણ થાય છે કે, પિતૃઓ માટે આ એક સંકેત છે કે હવે તમારું સ્થાન મનુષ્ય દુનિયામાં નથી, બીજી દુનિયામાં છે. હથેળીથી જળ ચઢાવીને આપણે તેમના માટે બીજી દુનિયાનો ઇશારો કરીએ છીએ.

પિતૃ પક્ષમાં આ વાતોનું ધ્યાન રાખો :

image socure

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ અધાર્મિક કાર્યોથી બચવું જોઇએ. પિતૃ પક્ષમાં કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરમાં જ બધા તીર્થનું અને પવિત્ર નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઇએ. સ્નાન કર્યા પછી ગરીબ વ્યક્તિને દાનમાં અનાજ અને ધન આપવું. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખવી જોઇએ.